વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ પાટણ વિધાનસભાના સરસ્વતી તાલુકાના વાયડ ખાતે યોજાયો..

સરકારી યોજનાનાં લાભાર્થી ઓને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી સહિતના મહાનુભાવો દ્વારા કીટ વિતરણ કરવામાં આવી..

વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ પાટણ વિધાનસભાના સરસ્વતી તાલુકાના વાયડ ખાતે યોજાયો..

પાટણ તા.૧૧
વંદે ગુજરાત વિકાસ યાત્રા સોમવારના રોજ પાટણ વિધાનસભા વિસ્તાર ના સરસ્વતી તાલુકા નાં વાયડ ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.


વંદે ગુજરાત વિકાસ યાત્રા ને અનુલક્ષીને આયોજિત કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે. સી.પટેલ,પાટણ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સોવનજી ઠાકોર, તાલુકા ભાજપ પ્રમુખ રમેશજી ઠાકોર, તાલુકા ભાજપના મહામંત્રી લાલજીભાઈ દેસાઈ, પ્રવિણભાઈ ચૌધરી,પ્રદેશ માલધારી સેલના સભ્ય વિષ્ણુભાઈ દેસાઈ, તાલુકા પંચાયત સદસ્ય મોડડજી ઠાકોર, તાલુકા ભાજપના ઉપપ્રમુખ કમલેશભાઈ દેસાઈ, વાયડ સરપંચ અદેસંગજી ઠાકોર,બાબુભાઈ દેસાઈ સહિત પદાધિકારીઓ તેમજ અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી પટેલે સરકાર ની વિવિધ યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી સરકારી યોજના નો લાભ લેનાર લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી.