પાટણ જિલ્લાની 54 નર્સરીઓમાં 60 જાતના 28.40 લાખ રોપાઓનો ઉછેર કરાયો..

પાટણ જિલ્લાની નર્સરીઓમાંથી વિવિધ પ્રકારના રોપાઓનુ વિતરણ શરૂ કરાયું…

આગામી સમયે જિલ્લા કક્ષાનો 73 મો વનમહોત્સવ પાટણમાં ઉજવાશે..

પાટણ જિલ્લાની 54 નર્સરીઓમાં 60 જાતના 28.40 લાખ રોપાઓનો ઉછેર કરાયો..

પાટણ જિલ્લામાં વન વિભાગ દ્વારા આગામી વન મહોત્સવ ને લઈ જિલ્લા ની 54 નર્સરી માં 60જેટલા પ્રકારના 28.40 લાખ રોપા તૈયાર કરાયા છે જેનું વિતરણ પણ શરૂ કરવામાં આવ્યું છે તો આગામી સમય માં જિલ્લામાં કક્ષા નો વન મહોત્સવ પાટણ ખાતે ઉજવાશે તેવું સુત્રોએ જણાવ્યું હતું.
પાટણ જિલ્લા માં પર્યાવરણનું સમતોલન રહે તેમજ વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિગ ના કારણો ઉદ્ભવી રહેલા કુદરતી અફતો સામે રક્ષણ મેળવવા માટે માટે વધુ માં વધુ વૃક્ષારોપણ કરવું અનિવાર્ય છે , જે પ્રમાણે વૃક્ષો નું કટીંગ થઈ રહ્યું છે તેની માટે પર્યાવરણની જાળવણી માટે સામે એટલાજ વૃક્ષો વાવવા જરૂરી છે


આમ જિલ્લા વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ ને પ્રોત્સાહન આપવા માટે વન વિભાગ ઉજવણી કરવામાં આવતી હોય છે.ત્યારે આગામી વન મહોત્સવ ને લઈ જિલ્લા 54નર્સરી માં 28.40 લાખ 60 જાતના વિવિધ રોપ તૈયાર કરવામાં આવ્યા છે.હાલ માં આ રોપનું વિતરણ પણ શરૂ કરવામાં આવ્યું છે.
વન વિભાગ ના અધિકારીએ બિંદુબેન પટેલ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ગુજરાત માં 73 માં વન મહોત્સવનું આયોજન ટુક સમય માં થનાર છે.જેમાં પાટણ જિલ્લા કક્ષા નું આયોજન આગામી સમય માં પાટણ ખાતે કરવાનું આયોજન છે.તો વધુ માં જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં 54 નર્સરી છે. જેમાં 28.40 લાખ 60 જાતના વિવિધ રોપ તૈયાર કર્યા છે જેમાં વ્યક્તિલક્ષી નર્સરી ,સામાજિક વની કરણ યોજના અંતર્ગત રોપ ઉછેરવામાં આવ્યા છે.ખાતાકીય નર્સરી માં રોપ ઉછેરવામાં આવ્યા છે.રોપાની જાત માં ફળાઉ,ઇમારીત અને ફૂલછોડ એમ ત્રણે પ્રકાર ના ફૂલછોડ નો ઉછેર કરવામાં આવ્યો છે.અને તેનું વિતરણ પણ ચાલુ છે.ખાતાકીય વન મહોત્સવ હેઠળ બેગ સાઈઝ પ્રમાણે વિતરણ કરવામાં આવે છે જેમાં 10×20અને 15×25ની ફી માં છે .તો 20×30માં સાડા સાત રૂપિયા અને 30×40 માં 15 રૂપિયા માં વિતરણ કરવામાં આવે છે.જે વન મહોત્સવ ની સરકાર દ્વારા દર નક્કી કરવામાં આવ્યો એ મુજબ વિતરણ કરવામાં આવે છે.


લીમડો,આબો,આમળા, અરડુસો અર્જુન સાદડ, આસોપાલવ ,અરીઠા ,બદામ ,બહેડા, બંગાળી બાવળ, બીલી ,બોરડી ,બોરસલી ,ચંદન, દાડમ દેશી બાવળ ,ગરમાળો .,ગોરસઆમલી ગુલમહોર, ગુંદ / ગુંદી ,જામફળ, જાંબુ ,કણજી ,કરંજ, કાજુ ,કાસીદ ખાટી આમલી, ખીજડો .લીંબુ ,મહુડો, નીલગીરી પેલ્ટોફોર્મ ,
પીકિરીયા ,પેન્દુલા ,પીંપળ , ચંદન ,રેઇન ટી ,૨ાયણ સાગ,સાદડ ,સરગવો ,સિંદુર ,સેવન સીરસ,સીતાફળ,
સીસુ,’ સીતા અશોક ,ઉમરો,
વડ વાંસ ,ફુલછોડ ,મોહગની, રૂદ્રાક્ષ . તુલસી સહિત અન્ય અન્ય આયુર્વેદિક વૃક્ષો ના કાચા રોપનું વિતરણ શરૂ કરાયું છે.
પાટણ જિલ્લા માં છેલ્લે ગણતરી 2021માં થઈ હતી જેમાં ટ્રી રેશિયો 30.62 પર હેક્ટર થયો હતો .જયારે 2017 ની ગણતરી થઈ હતી તેમાં હેક્ટર 26 ટ્રીકવર નો રેશિયો હતો જેમાં ગામ તળાવના વૃક્ષો,ખેતર ના શેઢા,બ્લોક પ્લાન્ટેસાન નો સમાવેશ થાય છે .દર પાંચ વર્ષે આ ગણતરી થતી હોય છે
પાટણ જિલ્લા ની નર્સરીમાં

પાટણ 7 નર્સરી,

સિદ્ધપુર 8 નર્સરી,

સરસ્વતી 2 નર્સરી
ચણસમ 7નર્સરી

હારીજ 6 નર્સરી

સમી 2 નર્સરી
રાધનપુર 10 નર્સરી
સાંતલપુર 12 નર્સરી નો સમાવેશ થાય છે.

369News ફેસબુક પેજને લાઈક કરો👍🏻

https://www.facebook.com/369News-109979724649332/

369news વૉટ્સએપ પર ગ્રુપ જોઇન કરવા લિન્ક ઉપર ક્લિક કરો

https://chat.whatsapp.com/FIdSseEc95ZEXZsLDyJonl