પાટણના જલારામ મંદિર માગૅ પરથી પસાર થઈ રહેલ પલ્સર બાઇક માં અગમ્ય કારણોસર આગ ભભુકી ઉઠતા અફડા તફડી મચી..

બાઈક ચાલક દ્વારા બાઇક રોડ પર પાકૅ કરી આગ ઓલવવાનો પ્રયાસ નિષ્ફળ નિવડયો..

પાટણના જલારામ મંદિર માગૅ પરથી પસાર થઈ રહેલ પલ્સર બાઇક માં અગમ્ય કારણોસર આગ ભભુકી ઉઠતા અફડા તફડી મચી..

વાહનોમાં અવાર નવાર અગમ્ય કારણોસર આગ લાગવાની ધટનાઓ પ્રકાશમાં આવતી હોય છે ત્યારે મંગળવારના રોજ પાટણ શહેરના જલારામ મંદિર માગૅ પરથી પલ્સર બાઇક લઇને
જઈ રહેલા ચાલકના પલ્સર બાઇક માં અગમ્ય કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠતાં બાઈક ચાલકે સમય સુચકતા વાપરી બાઈકને રોડ પર પાકૅ કરી બાઇકમાં લાગેલી આગને કાબુમાં લેવા પાણી નો મારો ચલાવી પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો પરંતુ બાઈકને લાગેલી વિકરાળ આગ કાબુમાં ન આવતાં બાઈક ભડ ભડ સળગી ઉઠતાં માગૅ પરથી પસાર થતા વાહનચાલકો સહિત રાહદારીઓ પણ માગૅની સાઈડમાં ઉભા રહી નજારો જોવા મજબુર બન્યા હતા.
બાઈક માં ક્યાં કારણોસર આગ લાગી હતી તે જાણી શકાયું નથી પરંતુ જલારામ મંદિર માગૅ પર જ ચાલું બાઇકમાં આગ લાગવાની ઘટનાને પગલે અફડા તફડી મચી જવા પામી હતી.