યુનિવર્સિટી નાં સમાજકાયૅ વિભાગ અને ડો આંબેડકર ચેર વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો..

વિવિધ પ્રકારના 250 વૃક્ષો નું વાવેતર કરી તેના જતન માટે સંકલ્પ ગ્રહણ કરવામાં આવ્યા..

કુલપતિ, રજિસ્ટ્રાર સહિતના અધ્યાપકો એ વૃક્ષારોપણ નું મહત્વ સમજાવ્યું..

યુનિવર્સિટી નાં સમાજકાયૅ વિભાગ અને ડો આંબેડકર ચેર વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો..

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્રારા સમાજકાર્ય વિભાગ અને ડૉ.બાબાસાહેબ આંબેડકર ચેર વિભાગનાં સંયુકત ઉપકમે મંગળવારના રોજ વૃક્ષારોપણનો કાર્યકમ આયોજીત કરવામાં આવ્યો હતો.
વૃક્ષારોપણ કાર્યકમમાં સમાજકાર્ય વિભાગ અને ડો. બાબાસાહેબ આંબેડકર ચેર દ્રારા કુલ 250 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતુ જેમાં ખાસ કરીને લીમડા, કણઝ, સરગવા,પીપળા, લીબુ તેમજ જામફળ, સીતાફળ જેવા ફળાઉ રોપા પણ કેમ્પમાં વાવી ડ્રિપ ઈરીગેશન દ્રારા રોપાનો ટકાઉ ઉછાર થાય તે માટેના સધન પ્રયત્નો કરવામાં આવ્યા હતા.


આ પ્રસંગે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ.જે.જે. વોરા અને કુલસચિવ ડો.આર.અને.દેસાઈએ ખાસ ઉપસ્થિત રહીને વૃક્ષોનું સફળ વૃક્ષારોપણ અને તેની માવજત અંગે માર્ગદર્શન આપ્યું હતું.
જનનિધિ કેડિટ સોસાયટી પાટણના મંત્રી ઈશ્વરભાઈ પરમાર દ્રારા વૃક્ષારોપણના ખાડા ખોદવા માટે મશીનની સેવા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી.કાર્યકમમાં સમાજકાર્ય વિભાગના અધ્યાપક ડૉ. રોશનભાઈ અગ્રવાલ, ડૉ.નિશાબેન પટેલ, ડૉ.પ્રકાશભાઈ પરમાર તેમજ જિગ્નેશભાઈ સોલંકી વગેરે સ્ટાફના સહીયારા પ્રયાસથી વૃક્ષારોપણના કાર્ય ની કામગીરી કરવામાં આવી હતી.