બ્રહ્મલીન પ.પૂજ્ય નર્મદા ગીરી મહારાજના ગુરુપૂર્ણિમાએ દર્શન કરી ભક્તો ધન્ય ભાગ બન્યા..

વહેલી સવારથી જ મંદિર પરિસર ખાતે ભક્તો ની ભીડ જામી..

બ્રહ્મલીન પ.પૂજ્ય નર્મદા ગીરી મહારાજના ગુરુપૂર્ણિમાએ દર્શન કરી ભક્તો ધન્ય ભાગ બન્યા..

પાટણ તા.૧૩
ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે પાટણ શહેરની ગુરુગાદીઓ પર સેવકોનો ઘોડા પુર ઉમટી પડ્યો હતો.
પાટણ શહેરના પ્રસિદ્ધ એવા શ્રી અઘોરી બાવા ની અખાડા ની જગ્યામાં આવેલા શ્રી પંચમુખી હનુમાનજી મહારાજ મંદિર પરિસર ખાતે પરમ પૂજ્ય બ્રહ્મલીન ગુરુ મહારાજ શ્રી નર્મદા ગીરીજી મહારાજના સાનિધ્યમાં વહેલી સવારથી જ સેવક ગણ સહિત ભક્તજનોની ભારે ભીડ ગુરુજીના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે ઉમટી પડી હતી.


ભારતીય જનતા પાર્ટી પાટણ શહેરના કાર્યકર્તાઓ અને આગેવાનોએ પણ પરમ પૂજ્ય બ્રહ્મલીન નર્મદા ગીરીજી મહારાજના તેમજ શ્રી પંચમુખી હનુમાનજી મહારાજના દર્શન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
ગુરુપૂર્ણિમાના પાવન પૂર્વ પ્રસંગને લઈને મંદિર પરિસર અને તેમજ બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી નર્મદાજી મહારાજની સમાધિ સ્થાનકને રંગબેરંગી ફૂલોથી આગી કરવામાં આવી હતી.


શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે ગુરુજીના દર્શન પ્રસાદ અને આશીર્વાદ મેળવવા આવેલા સેવક ગણ માટે સુંદર વ્યવસ્થાઓ સાથે ભોજન પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.