પાટણના નોરતા-સરવા થઈને દીગડી ને જોડતો સાંકડો રસ્તો પહોળો કરવાની કામગીરી નું ખાતમુહૂર્ત કરાયું..

ગુરૂપૂર્ણિમાના પાવન દિવસે પાટણ ધારાસભ્ય ડો કિરીટ પટેલ દ્વારા નવીન માગૅ ની કામગીરી શરૂ કરાવી..

પાટણના નોરતા-સરવા થઈને દીગડી ને જોડતો સાંકડો રસ્તો પહોળો કરવાની કામગીરી નું ખાતમુહૂર્ત કરાયું..

પાટણના નોરતા ગામથી સરવા થઈ દીગડી ને જોડતો 4 km નો હયાત રોડ ત્રણ મીટર પહોળો હતો તેને 5.5 મીટર પહોળો કરી નવીન રોડ બનાવવાનો પ્રારંભ ગુરૂપૂર્ણિમાના પાવન દિવસે પાટણ નાં ધારાસભ્ય ડો કિરીટ પટેલ ના વરદ્ હસ્તે ખાતમુહૂર્ત કરીને કરવામાં આવ્યો હતો.
આ નવીન રોડ નાં ખાતમુહૂર્ત પ્રસંગે પાટણના ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલ સાથે નોરતા ગામના સરપંચ અને નોરતા ગામના આગેવાનો સહિત કોંગ્રેસના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરોક્ત સાંકડા રસ્તા ને પહોળો કરવા માટે ગ્રામજનો ની માંગ ને સંતોષવામા આવતાં ગ્રામજનોમાં આનંદ સાથે પાટણ ધારાસભ્ય નો આભાર વ્યક્ત કર્યો હતો.

369News ફેસબુક પેજને લાઈક કરો👍🏻

https://www.facebook.com/369News-109979724649332/

369news વૉટ્સએપ પર ગ્રુપ જોઇન કરવા લિન્ક ઉપર ક્લિક કરો

https://chat.whatsapp.com/FIdSseEc95ZEXZsLDyJonl