પાટણના સાંસદ ભરતસિંહજી ડાભી ની વધુ એક માંગણી ઉપર કેન્દ્ર સરકાર ની મહોર વાગી…

100 વર્ષ જુની આબુ રોડ-અંબાજી-તારંગાહિલ નવી રેલ લાઇનને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી..

પાટણના સાંસદ ભરતસિંહજી ડાભી ની વધુ એક માંગણી ઉપર કેન્દ્ર સરકાર ની મહોર વાગી…

ગતરોજ મળેલી કેન્દ્રીય કેબીનેટ ની બેઠકમાં ૧૦૦ વષૅ થી કરવામાં આવતી
તારંગાહિલ-અંબાજી-આબુરોડ માટે ૧૧૬ કિલોમીટર ની નવી રેલવે લાઈન ને મંજુરીની મહોર લગાવવામાં આવી છે.
આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 2798.16 કરોડ થશે જે 2026-27 સુધીમાં પૂર્ણ થશે તેવું પાટણના સાસંદે જણાવ્યું હતું.
આબુ રોડ-અંબાજી- તારંગાહિલ નવી રેલ લાઇનના નિર્માણથી રાજસ્થાન અને ગુજરાત સહિત દેશભરમાંથી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વવિદ્યાલય, માઉન્ટ આબુ ખાતે આવતા સાધકોને વૈકલ્પિક રેલ માર્ગ ઉપલબ્ધ થશે તેમજ દેવી શક્તિપીઠ અંબાજી અને જૈન તીર્થસ્થાનોનું જોડાણ પણ થશે. તારંગાહિલ રેલ્વે લાઈન દ્વારા આ વિસ્તારમાં લોકોને રોજગારી મળશે અને તેમની અવરજવરનો માર્ગ સરળ બનશે. ટ્રેનોના આગમનથી પહાડોથી ઘેરાયેલા ધાર્મિક વિસ્તારમાં નવી ઉર્જા આવશે. સ્થાનિક જનતાને સારી અને સસ્તી રેલ સુવિધા આપવા માટે આ એક મોટું પગલું છે.


આ લાઇન રાજસ્થાન અને ગુજરાતના ધાર્મિક સ્થળો વચ્ચે મીટીંગનું કામ કરશે અને આ વિસ્તારમાં રોજગારીનું સર્જન થશે તેમજ સ્થાનિક લોકોને વિકાસની નવી તકો મળશે. રાજસ્થાનના ફાલના, આબુ, સિરોહી અને આસપાસના વિસ્તારના રહેવાસીઓ માટે આ એક ભેટ છે જેઓ પોતાની આજીવિકા માટે અન્ય રાજ્યોમાં સ્થાયી થયા છે અને અહીંના ઉદ્યોગને વેગ મળશે.
આ પ્રોજેક્ટની શરૂઆત એ એક સુખી સ્વપ્ન છે જે મોદીજીના નેતૃત્વમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે. આ રેલ લાઇન રોજિંદા મુસાફરો માટે ખાસ કરીને લાભદાયી બનશે અને વેપાર અને સામાજિક કાર્યો માટે આવતા સામાન્ય માણસને સસ્તી અને સરળ રેલ પરિવહન પ્રદાન કરશે તેમજ દેશભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે સીધી રેલ જોડાણ સ્થાપિત થશે.
૧૦૦ વષૅ જુની માંગ સંતોષવા આવતા પાટણ નાં સાંસદ ભરતસિંહજી ડાભી એ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને શ્રીમતી દર્શનાબેન ઝરદોષ તથા કેન્દ્ર ની સરકાર નો આભાર વ્યક્ત કર્યો હતો.