નિરવ ગાંધી મ્યુઝિક એકડેમી અને કરાઓ પરિવાર દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિત્તે ગુરૂપુજન કાયૅક્રમ યોજાયો..

કરાઓ પરિવાર દ્વારા ગુરૂ દક્ષિણા સ્વરૂપે ભેટ સોગાદ અપૅણ કરવામાં આવી..

કરાઓ પરિવાર નાં બાળ કલાકારો દ્વારા પ્રસંગને અનુરૂપ ગીતો થી સૌને મંત્રમુગ્ધ કર્યા..

નિરવ ગાંધી મ્યુઝિક એકડેમી અને કરાઓ પરિવાર દ્વારા ગુરૂપૂર્ણિમા નિમિત્તે ગુરૂપુજન કાયૅક્રમ યોજાયો..

નિરવ ગાંધી મ્યુઝિક એકડેમી અને કરાઓ પરિવાર દ્વારા ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે ની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.
ગુરૂપૂર્ણિમા નિમિત્તે નિરવ ગાંધી મ્યુઝિક એકડેમી અને કરાઓ પરિવાર દ્વારા માં સરસ્વતી ની આરાધના સાથે ગુરૂ વંદના કરવામાં આવી હતી તો કરાઓ પરિવાર દ્વારા એકડમી નાં ઓનૅર નિરવ ગાંધી ને ગુરૂ દક્ષિણા નાં રૂપમાં ભેટ સોગાદ અપૅણ કરવામાં આવી હતી.


ગુરૂપૂર્ણિમા નિમિત્તે આયોજિત કરાયેલા આ કાર્યક્રમમાં જાણીતા સાહિત્યકાર અશોકભાઈ વ્યાસ,ભગવતી ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ નાં પ્રિન્સીપાલ રાજેન્દ્ર માલવાલ, ક્રિષ્ના ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ નાં પ્રિન્સીપાલ શ્રીમતી ભૂમિકાબેન માલવીયા, ઈન્ટરનેશનલ આર્ટીસ્ટ સંગીતકાર વિજયભાઈ નાયક, ઈન્ટરનેશનલ પિયાનો પ્લેયર મ્યુઝિક ડાયરેક્ટર નરેન્દ્રભાઇ ગોડંલીયા સહિતના સંગીતપ્રેમીઓએ ઉપસ્થિત રહી નિરવ ગાંધી મ્યુઝિક એકડેમી અને કરાઓ પરિવાર ની મહેનત અને લગન થી શોટૅ ટાઇમ માં મેળવેલી સિદ્ધિ ને બિરદાવી ગુરૂપૂર્ણિમા ની શુભકામના પાઠવી હતી.


કાયૅક્રમને અનુરૂપ કરાઓ પરિવાર નાં બાળ કલાકારો દ્વારા સુંદર મજાના ગીતો રજૂ કરી ઉપસ્થિત મહાનુભાવો ને મંત્રમુગ્ધ કર્યા હતા.
કાર્યક્રમ ની શરૂઆત માં સૌ મહાનુભાવોને નિરવ ગાંધી દ્વારા શાલ,બુકે અને શાબ્દિક શબ્દો થી આવકાર્યા હતા.
કાર્યક્રમ નું સફળ સંચાલન ડો.આશુતોષ પાઠક અને આભાર વિધિ યશપાલ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.