પાટણ વન વિભાગ સહિતની એનજીઓના સંયુક્ત ઉપક્રમે તુલસીના રોપાઓનુ વિતરણ કરવામાં આવ્યું..

પાટણ વન વિભાગ સહિતની એનજીઓના સંયુક્ત ઉપક્રમે તુલસીના રોપાઓનુ વિતરણ કરવામાં આવ્યું..

ગુરુપૂર્ણિમા નિમિત્તે પાટણ વન વિભાગ, રિલાયન્સ ફાઉન્ડેશન,આર્ટ ઓફ લિવિંગ અને વન વિહોતર મંડળના સંયુક્ત ઉપક્રમે 1000 તુલસીના રોપા નું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
વન વિભાગ સહિત ની સેવાકિય એનજિયો દ્વારા ગુરૂપૂર્ણિમાના પાવન દિવસે શહેરના પંચમુખી હનુમાન મંદિર અને બગવાડા દરવાજા ખાતે પાટણની ધમૅ પ્રેમી અને પયૉવરણ પ્રેમી જનતાને પવિત્ર તુલસીના 1000 રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરી તેના ઉછેર અને જતન માટે હિમાયત કરવામાં આવી હતી.