ભાજપ શાસિત પાટણ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ભયૉ કોટ નાં કામે પોત પ્રકાશ્યું હોવાનો વિપક્ષના કોપોરૈટર દ્વારા આક્ષેપ…

ટુંક સમયમાં પહેલા લાખો રૂપિયા નાં ખર્ચે બનાવવામાં આવેલ હલકી ગુણવત્તા વાળી સંરક્ષણ દિવાલ ધરાશાયી બની..

પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર, કન્સલ્ટિંગ અને આ કામ માં ભળેલા ભાજપના કોર્પોરેટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી.

ભાજપ શાસિત પાટણ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ભયૉ કોટ નાં કામે પોત પ્રકાશ્યું હોવાનો વિપક્ષના કોપોરૈટર દ્વારા આક્ષેપ…

તાજેતરમાં જ લાંખો રૂપિયા નો ખચૅ કરીને પાલિકા દ્વારા બનાવવામાં આવેલ બ્રહ્માકુમારી રોડ પરની કેનાલની સંરક્ષણ દિવાલ કોન્ટ્રાક્ટર અને કન્સલ્ટન્ટ તેમજ આ કામગીરીમાં ભાગીદાર ભાજપના નગર પાલિકા ના સભ્યોએ હલકી ગુણવંતાની કરી હોવાથી આ સંરક્ષણ દિવાલ ફક્ત સામાન્ય વરસાદમાં ગતરોજ ધરાસાઈ બની છે.
દુઃખની વાત એ છે કે આ વોર્ડ નગરપાલિકાના પ્રમુખનો છે અને તમામ સભાસદો ભારતીય જનતા પાર્ટીના છે તેમજ આ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના સૌથી વધુ શહેર – જિલ્લા અને પ્રદેશ કક્ષાના હોદ્દેદારો વસવાટ કરે છે તેમ જ પાટણ શહેરમાં નગરપાલિકા હસ્તકના કોઈપણ નાના મોટા કામ નું મુહુર્ત હોય કે લોકાર્પણ હોય એ ભાજપ ના પ્રોટોકોલ ને સાઈડમાં મૂકીને પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ, વર્તમાન સંસદ ભરતસિંહ ડાભી, ભાજપ ના જીલ્લા પ્રામુખ ડો. દશરથજી ઠાકોર અને પ્રભારીઓની અવગણના કરી ભાજપ આગેવાન પણ આ વિસ્તારમાં રહે છે.ત્યારે શું પાલિકાની આ નબળી કામગીરી ભારતીય જનતા પાર્ટીના હિસાબે થઈ રહી છે? તેવા આક્ષેપો પાટણ નગરપાલિકાના વિપક્ષના કોપોરૈટર ભરત ભાટીયા કરવામાં આવ્યા છે.
તેઓએ આ મામલે પાલિકા પ્રમુખ અને ચિફ ઓફિસર ને આડે હાથ લેતા જણાવ્યું હતું કે શું પાટણની પ્રજાના પરસેવાના પૈસા આ ભાજપના નેતાઓ આવી કામગીરી કરીને શું સાબિત કરવા માંગે છે?
તેઓએ ચીફ ઓફિસર અને પ્રમુખને સહિત ભાજપના 38 તથા 1 અપક્ષ સભાસદોને વિનંતી કરી છે કે નગરપાલિકા સંસ્થાના તમે રક્ષક હોવ તો આ ભ્રષ્ટાચારની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર પાસે પૈસા વસૂલ કરવા પહેલ કરવી જોઈએ અને આ કોન્ટ્રાક્ટરને તાત્કાલિક અસરથી બ્લેક લિસ્ટ માં મુકવો જોઈએ અને જે સભાસદો એ આ કોન્ટ્રાક્ટરને બિલ આપવામાં મદદ કરી હોય અને બિલ ચૂકવી દીધા હોય એ બિલ પરત મેળવવા માટે પાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવું વિપક્ષના કોપોરૈટર ભરત ભાટીયા એ જણાવ્યું હતું..