પાટણની પાંજરાપોળો અને ગૌશાળા ને સરકાર દ્વારા જાહેર કરાયેલ 500 કરોડ ની સબસિડી ની રકમ ફાળવવાની માંગ કરી

પાંજરાપોળ અને ગૌશાળા નાં સંચાલકો દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કર્યું..

પાટણની પાંજરાપોળો અને ગૌશાળા ને સરકાર દ્વારા જાહેર કરાયેલ 500 કરોડ ની સબસિડી ની રકમ ફાળવવાની માંગ કરી

પાટણ તા.15
પાટણ જિલ્લાની પાંજરાપોળો અને ગૌ શાળાઓને સરકાર ના બજેટ માં રૂ. 500 કરોડ ની સબસીડી ની જોગવાઈ કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી માં સરકાર તરફથી એક રૂપિયો પણ ના ફાળવતા પાંજરાપોળ અને ગૌશાળા નાં સંચાલકો ને માત્ર લોલીપોપ આપી સરકાર દ્વારા ગૌ શાળા અને પાંજરાપોળ સંચાલકો સાથે અન્યાય કર્યો હોવાની બાબતે અને મૂંગા પશુઓને બચાવવા સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સબસીડીની રકમ આપવાની માંગ સાથે શુક્રવારના રોજ પાટણ પાંજરાપોળ અને ગૌશાળા નાં સંચાલકો દ્વારા પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે ચીટનીશ ટુ કલેકટર ને આવેદનપત્ર આપી તેઓની માંગ સરકાર સુધી પહોંચાડવા રજુઆત કરી હતી.


પાટણ પાંજરાપોળ અને ગૌશાળા નાં સંચાલકો દ્વારા અપાયેલા આવેદનપત્ર સરકાર માં પહોંચાડવાની ચિટનીશ ટુ કલેકટર દ્વારા પાંજરાપોળ અને ગૌ શાળા નાં સંચાલકો ને ખાતરી આપી હતી.