પાટણ જિલ્લામાં અ.ગુ રા. યુવા સંઘ દ્વારા યુવાનો ને તલવાર બાજીના વર્લ્ડ રેકોર્ડ માં જોડવા બેઠકો નો દોર આરંભ્યો…

ભૂચરમોરી શહીદ સ્મારક ધ્રોલ દ્વારા આયોજિત તલવારબાજી વિશ્વ રેકોર્ડ માં 5000 યુવાનોને જોડવામાં આવશે..

પાટણ જિલ્લામાં અ.ગુ રા. યુવા સંઘ દ્વારા યુવાનો ને તલવાર બાજીના વર્લ્ડ રેકોર્ડ માં જોડવા બેઠકો નો દોર આરંભ્યો…

પાટણ તા.15
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આ વર્ષે ભૂચરમોરી શહીદ સ્મારક ધ્રોલ ખાતે આયોજિત તલવારબાજી વિશ્વ રેકોર્ડ માં 5000 યુવાનોને ક્ષાત્ર ધર્મ નિભાવવા માટે જોડવાના હોઈ તે અંતર્ગત પાટણ જીલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા તલવારબાજી કાર્યક્રમમાં પાટણ જિલ્લાના યુવાનો વધુ માં વધુ જોડાય તે માટે તેમના રજીસ્ટ્રેશન નોંધણી માટે તેમજ દરેક ને કાર્યક્રમ માં આમંત્રિત કરવા માટે જિલ્લા ના રાજપૂત સમાજ ના ભાઈઓ રહેતા હોય તે ગામો માં બેઠકો નો દોર શરૂ કરવામાં આવ્યો છે.


આ પ્રસંગે ગતરોજ ચાણસ્મા તાલુકાના જીતોડા ગામ માં બેઠક મળી હતી .આ પ્રસંગે ગામના વડીલો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થા તરફથી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રદેશ મહામંત્રી નટુભા જાડેજા,તલવારબાજી કાર્યક્રમના સહ કન્વીનર રાજેન્દ્રસિંહ વાઘેલા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ સંસ્થા તરફથી પાટણ જિલ્લા પ્રમુખ મહિપતસિંહ જાડેજા, કોષાધ્યક્ષ કે .એન .સોલંકી , પાટણ શહેર પ્રમુખ લગ્ધીરસિંહ રાઠોડ, પ્રદેશ સભ્ય બળવંતસિંહ વાઘેલા કુકરાણા દ્વારા ખુબ સરસ માહિતી આપવામાં આવી હતી .


અત્રે ઉલ્લેખનીય છેકે આ કાર્યક્રમ માટે જિલ્લા ના મોટા ભાગ ના ગામો માં બેઠકો સફળ રીતે કરવામાં આવી રહી છે અને સમાજ ના યુવાનો વડીલો નો સારો સાથ અને સહકાર પણ મળી રહ્યો હોવાનું સમાજના આગેવાનો એ જણાવ્યું હતું.