ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના જન્મ દિન પ્રસંગે ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા સિવિલ હોસ્પિટલમાં ફુટ વિતરણ કરાયું..

કાયૅકતૉઓએ દર્દીના ખબર અંતર પૂછી જલ્દી સ્વસ્થ બને તેવી કામના વ્યક્ત કરી..

પાટણ તા.15
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિતે શુક્રવારના રોજ પાટણ જિલ્લા,તાલુકા અને શહેર ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ફ્રુટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશમંત્રી વિનયસિંહ ઝાલા,પ્રદેશ બક્ષીપંચ મોરચાના કારીબારી સભ્ય ગીરીશભાઈ મોદી,પાટણ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અમિષ મોદી,પાટણ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી ગોવિંદભાઇ પ્રજાપતિ, ઉપપ્રમુખ રમેશજી ઠાકોર,સંજય પ્રજાપતિ સહિત બક્ષીપંચ મોરચાના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


ઉપસ્થિત કાયૅકતૉઓ દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા દર્દીઓને વિવિધ પ્રકારના ફુટ વિતરણ કરી તેઓના ખબર અંતર પૂછી તેઓ જલ્દી સ્વસ્થ બને તેવી કામના વ્યક્ત કરી હતી.