પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી
ઓની બેઠક યોજાઈ..

પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓની બેઠક યોજાઈ..

પાટણ તા.15
પાટણ જિલ્લા ભાજપ નાં પદાધિકારીઓની મહત્વ ની બેઠક શુક્રવારના રોજ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો દશરથજી ઠાકોર નાં અધ્યક્ષ પદે બોલાવવામાં આવી હતી.


આ બેઠકમાં પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડો.દશરથજી ઠાકોરે આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને માર્ગદર્શન આપ્યું હતું.


આ બેઠકમાં પાટણ જિલ્લા પ્રભારી નૌકાબેન પ્રજાપતિ, જિલ્લા પ્રભારી ગોવિંદભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી રમેશભાઈ સિંધવ, સુરજ ગીરી બાપુ તેમજ વિધાનસભા પ્રભાવી અશોકભાઈ જોશી, રાણાભાઇ દેસાઈ , વિધાનસભા બેઠકના વિસ્તારક તેમજ જિલ્લાના મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ, મંડળના પ્રમુખો, મહામંત્રીઓ અને સેલના કન્વીનરોએ ઉપસ્થિત રહ્યા હતા.