પાટણ ની વી એમ દવે પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ગુરુ – શિષ્યના વિશિષ્ટ સંબંધો વિશે માહિતગાર કર્યા..

પાટણ ની વી એમ દવે પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ગુરુ – શિષ્યના વિશિષ્ટ સંબંધો વિશે માહિતગાર કર્યા..

પાટણ તા.15
ગુરુપૂર્ણિમાના ઉપલક્ષ્યમાં શહેર ની વી.એમ દવે પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ભારત વિકાસ પરિષદના માધ્યમથી ગુરુ વંદન છાત્ર અભિનંદન નો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. તેમાં વિદ્યાર્થીઓનું સન્માન તેમજ શિક્ષકોનું પૂજન કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ નો ટૂંકમાં પરિચય આપી, ગુરુ શિષ્યના સંબંધો વિશે ની માહિતી આપવામાં આવી હતી. તે ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓમાં ગુરુ – શિષ્યના વિશિષ્ટ સંબંધો ઉપર વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે લેખિત સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.


અત્યારે ગુરુ અને શિષ્યના નાજુક સંબંધોને વિદ્યાર્થીઓ સારી રીતના સમજી શકે અને ગુરુ શિષ્યના વિશિષ્ટ સંબંધોને માન આપી શકે લેખનનો મહાવરો વધે તેમ જ તેમનો સર્વાંગી વિકાસ થાય તે હેતુસર આ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.


વકૃત્વ તેમજ લેખિત સ્પર્ધામાં વિજેતા થનાર વિજેતાઓને સર્ટિફિકેટ તેમજ ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર પ્રોગ્રામનું સંચાલન શાળા સુપરવાઇઝર મમતાબેન ખમાર દ્વારા કરવામાં આવ્યું હતું .
ભારત વિકાસ પરિષદના પ્રમુખ પારસ ખમાર, મંત્રી જીતુભાઈ ઓતિયા, કારોબારી સભ્ય જીતેન્દ્રભાઈ પટેલ, કમલેશભાઈ સ્વામી નરેન્દ્રભાઇ દલવાડી, શાંતિભાઈ પટેલ સહિત સ્કૂલનો સમગ્ર સ્ટાફ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યો હતો.શાળા સંચાલક જયેશભાઈ વ્યાસે વિદ્યાર્થીઓને સુંદર માર્ગદર્શન આપ્યું હતું.