ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ની પાટણ જિલ્લાની કારોબારી બેઠક યોજાઈ..

ડો આંબેડકર નાં બંધારણ મુજબ ગુજરાત માં બક્ષીપંચ સમાજ ને ૨૭% અનામત મળવી જ જોઇએ : અલ્પેશ ઠાકોર..

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ની પાટણ જિલ્લાની કારોબારી બેઠક યોજાઈ..

પાટણ તા.૧૬
ડો.બાબાસાહેબ આંબેડકરના બંધારણ મુજબ જે રીતે એસસી અને એસટી માટે અનામતની અમલવારી થાઈ છે તે જ રીતે ગુજરાત માં ૫૪% બક્ષીપંચ લોકો માટે પણ ૨૭% અનામતની અમલવારી લાગું કરવામાં આવે તેવી માંગ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના નાં આગેવાન અને પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પાટણ શહેર નાં રંગભવન હોલ ખાતે આયોજિત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ની પાટણ જિલ્લાની મળેલી કારોબારી બેઠક ઉપસ્થિત રહ્યા ત્યારે મિડિયા સમક્ષ જણાવ્યું હતું.


બક્ષીપંચ ની અનામત હટાવવાના મામલે તેઓએ કહ્યું હતું કે સમાજ અને કચડાયેલા વગૅના લોકો માટે તેઓ રાજકારણને બાજુ પર રાખી હંમેશા રજુઆત કરતા રહ્યા છે અને કરતા રહેશે અને બક્ષીપંચ નાં લોકો ને ૨૭% અનામત મળે તે માટે પણ તેઓ દ્વારા સરકાર માં રજુઆત કરી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.


પાટણ યુનિવર્સિટી નાં રંગભવન હોલ ખાતે મળેલી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ની પાટણ જિલ્લાની કારોબારી બેઠક નો ઉદેશ જણાવતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વધું મજબૂત બને તે માટે તમામ જિલ્લા મથકોએ અપેક્ષિત કાયૅકરો અને હોદ્દેદારો ની બેઠકો આયોજિત કરવામાં આવી રહી છે જે બેઠકો આગામી દિવસોમાં તાલુકા કક્ષાએ પણ યોજવામાં આવશે સાથે સાથે તેઓ દ્વારા હાથ ધરવામાં આવેલ મારી નજરે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત પણ ઠાકોર સમાજ ની સાથે સાથે જુદા જુદા 28 જેટલા વર્ગો કે જેઓનું ગુજરાત માં શું યોગદાન રહ્યું તેમની શું જરૂરિયાત છે તે તમામ બાબતો ની પુસ્તિકા પણ તૈયાર કરવામાં આવનાર હોવાનુ તેઓએ જણાવ્યું હતુ. પાટણ રંગભવન હોલ ખાતે આયોજિત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ની પાટણ જિલ્લાની કારોબારી બેઠક માં મોટી સંખ્યામાં ઠાકોર સમાજ નાં આગેવાન યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.