બાલીસણા આંગણવાડી નાં ચાર કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર ની કીટ વિતરણ કરવામાં આવી..

બાલીસણા આંગણવાડી નાં ચાર કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર ની કીટ વિતરણ કરવામાં આવી..

પાટણ તા.૧૬
કુપોષણ ને નાબુદ કરવા સરકાર દ્વારા આંગણવાડી નાં બાળકો ને પોષણક્ષમ આહાર આપવામાં આવી રહ્યો છે ત્યારે બાલીસણા ગામની આંગણવાડી કેન્દ્ર નંબર ૧૮૫ તથા ૧૮૬ ના ચાર (૪) કૃપોષિત બાળકોને શનિવારના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા પોષણસમ આહારની કીટ આપવામાં આવી હતી. આ પ્રસંગે પાટણ તાલુકા ભાજપ મહામંત્રી જલુજી ઠાકોર, પાટણ તાલુકા પંચાયત પ્રમુખ રુકશાનાબેન એહમદભાઈ શેખ, પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન નરેશભાઈ પરમાર, આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર તથા બાળકોના વાલી ઉપસ્થિત રહ્યા હતા.