પાટણના ધારાસભ્યની રજુઆત પગલે બાલીસણા નાં દર્દીને સારવાર માટે મુખ્યમંત્રી ફંડમાંથી રૂ.૭.૫૦ લાખની સહાય પ્રાપ્ત થશે.

પાટણના ધારાસભ્યની રજુઆત પગલે બાલીસણા નાં દર્દીને સારવાર માટે મુખ્યમંત્રી ફંડમાંથી રૂ.૭.૫૦ લાખની સહાય પ્રાપ્ત થશે.

પાટણના સંવેદનશીલ ધારાસભ્ય ડો કિરીટ પટેલ ની સંવેદનશીલ રજુઆત નાં પગલે ગુજરાત નાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પોતાની મુખ્યમંત્રી ફંડમાંથી બાલીસણા નાં જરૂરિયાત મંદ દર્દીની સારવાર માટે રૂ.૭.૫૦ લાખની રકમ ફાળવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ નાં જાગૃત અને સંવેદનશીલ ધારાસભ્ય ડો કિરીટ પટેલ દ્વારા તાજેતરમાં
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને લેખિતમાં રજૂઆત કરી હતી કે પાટણ તાલુકાના બાલીસણા ગામના
જરૂરિયાત મંદ ખેડૂત પરિવારના મયુરભાઈ ત્રિભોવનભાઈ પટેલની આર્થિક સ્થિતિ ખુબ દયનિય હોય અને તેની ગંભીર બિમારી ની સારવાર માટે રાહત ફંડ ફાળવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી

જે રજુઆત ને ધ્યાનમાં લઈ ને ગુજરાત નાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પોતાની મુખ્યમંત્રી ફંડમાંથી તાત્કાલિક રૂ.૭.૫૦ લાખની રકમ મંજુર કરી હોવાની લેખિત જાણ પાટણ ધારાસભ્ય ને કરી છે.
પાટણના સંવેદનશીલ ધારાસભ્ય ડો કિરીટ પટેલ ની રજૂઆત નાં પગલે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા બાલીસણા નાં જરૂરિયાત દર્દીની સારવાર માટે મળનાર રૂ ૭.૫૦ લાખની સહાયને
લઈને જરૂરિયાત મંદ ખેડૂત પરિવારે પાટણના ધારાસભ્ય અને ગુજરાત નાં મુખ્યમંત્રી નો આભાર વ્યક્ત કર્યો હતો.