પાટણ પદ્મનાથ ચોકડી વિસ્તારની ૧૭ સોસાયટીઓ ના સંગઠન દ્વારા નિઃશુલ્ક વિવિધ પ્રકારના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું…

પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ સહિત નાં મહાનુભાવો એ ઉપસ્થિત રહી કાયૅક્રમ ની સરાહના કરી.

પાટણ પદ્મનાથ ચોકડી વિસ્તારની ૧૭ સોસાયટીઓ ના સંગઠન દ્વારા નિઃશુલ્ક વિવિધ પ્રકારના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું…

પાટણ પદ્મનાથ ચાર રસ્તા નજીક ની ૧૭ સોસાયટીઓના સંગઠન દ્વારા રવીવાર નાં રોજ પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ સહિતના મહાનુભાવો ની ખાસ ઉપસ્થિત વચ્ચે નિઃશુલ્ક વિવિધ પ્રકારના રોપાઓનું વિતરણ કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યાના ઉકેલ માટે અને આ વિસ્તાર રૂડો હરિયાળો બને અને સોસાયટીઓનો વિસ્તાર હર્યો ભર્યો લાગે તે હેતુ થી દરેક સોસાયટી માં વિવિધ પ્રકારના રોપાઓનું વિતરણ કરી તેના વાવેતર સાથે તેના જતન માટે સંકલ્પ ગ્રહણ કરવામાં આવ્યા હતા.
પાટણ નગરપાલિકામાં સમાવિષ્ટ ઓજી વિસ્તારોમાં વિવિધ વિકાસના કાર્યો ઝડપ
થી થઇ રહ્યા છે.ત્યારે કોંક્રિટના જંગલો નો વિસ્તાર પણ દિવસે દિવસે વધી રહ્યો છે અને શહેર માંથી હરિયાળી ઘટી રહી છે.ત્યારે આ વિસ્તારની ૧૭ સોસાયટી નાં રહીશો દ્વારા વિવિધ વિકાસ કાર્ય ની સાથે સાથે વિસ્તારમાં હરીયાળી બની રહે તેવાં ઉમદા આશય થી આયોજિત કરવામાં આવેલ કાયૅક્રમ ની પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ સહિત નાં મહાનુભાવો એ સરાહના કરી હતી.


આ પ્રસંગે ૧૭ સોસાયટીના સંગઠનના ઉત્સાહી યુવા પ્રમુખ મદારસિંહ ગોહિલ દ્વારા સસ્થાનો હેતુ અને આજના કારક્રમ ની રૂપરેખા આપી હતી. સતિષભાઈ ઠક્કર દ્વારા પાટણના ઇતિહાસમાં પાટણ નું સ્થાન અને રાજ્યવ્યવસ્થા માં વૃક્ષો અને પાણી માટે ના વિવિધ રાજવીઓ દ્વારા કરવામાં આવેલ કાર્યોની ખુબજ સુંદર વાત કરી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા દશરથભાઈ દરજી.દશરથ
ભાઈ પટેલ,કલ્પેશ સિંધવ,
જગદીશભાઈ પંચાલ,
અમરતભાઈ પટેલ, અનિલભાઈ રાવલ સહિતના ઓએ ખૂબ જ સખત મહેનત કરી હતી. આ જહેમત ઉઠાવી હતી.

369News ફેસબુક પેજને લાઈક કરો👍🏻

https://www.facebook.com/369News-109979724649332/

369news વૉટ્સએપ પર ગ્રુપ જોઇન કરવા લિન્ક ઉપર ક્લિક કરો

https://chat.whatsapp.com/FIdSseEc95ZEXZsLDyJonl