પાટણના યુનિવર્સિટી રંગભવન હોલ ખાતે OBC બચાવો સંકલન સમિતિની બેઠક યોજાઈ..

માધવસિંહ સોલંકી ની સરકારે અનામત મુદ્દે પોતાની સતા છોડી દીધી હતી : અમિત ચાવડા..

OBC સમાજને 27% અનામત ભાજપ સરકાર દ્વારા પાછી આપવામાં નહીં આવે તો તેમની સતા છીનવી લેવા નિધૉર કરાયો છે..

ભય,ભુખ અને ભષ્ટ્રાચારી ભાજપ સરકારે શિક્ષણ અને નોકરીમાં અનામત નાબુદ કરી OBC અનામત દુર કરવાના ષડયંત્રની શરૂઆત કરી છે…

અનામત બચાવવા સતા કે વિપક્ષ થી પર રહી સંગઠીત અને સંકલ્પબદ્ધ બની લડાઈ લડવી પડશે : OBC આગેવાનો..

પાટણના યુનિવર્સિટી રંગભવન હોલ ખાતે OBC બચાવો સંકલન સમિતિની બેઠક યોજાઈ..

પાટણ તા.17
OBC બચાવો સંકલન સમિતિની બેઠક રવીવાર નાં રોજ યુનિવર્સિટી નાં રંગભવન હોલ ખાતે ગુજરાત કોંગ્રેસ સમિતિ નાં પૂવૅ પ્રમુખ અમિતભાઈ ચાવડા અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી.
આ સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અમિત ભાઈ ચાવડાએ ભાજપ સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ગ્રામપંચાયત ની ચુંટણી માં ૨૭% અનામત નાબુદ કરવાનાં નિર્ણય ને શખત શબ્દો માં વખોડી કાઢી જણાવ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી એ અનામત મુદ્દે પોતાની સતા છોડી દીધી હતી પરંતુ આ ભાજપ સરકાર ગુજરાતની 54% વસ્તી ધરાવતા OBC સમાજની અનામત દુર કરવાનું જે ષડયંત્ર રચ્યું છે તેમાં સરકાર પીછેહઠ નહીં કરે તો આગામી દિવસોમાં OBC સમાજ ભુપેન્દ્ર પટેલની સતા અને સરકાર છીનવી લેવાનો નિર્ધાર કર્યો હોવાનુ તેઓએ જણાવ્યું હતુ.સાથે સાથે તેઓએ જણાવ્યું હતુ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તાત્કાલિક ધોરણે જાતી આધારિત વસ્તી ગણતરી કરી તેના આંકડા જાહેર કરી OBC સમાજ માટે 27% અનામત જાહેર કરવામાં આવે તેવી માંગ કરી હતી તો ભાજપ સરકાર દ્વારા બજેટમાં OBC સમાજની 54% વસ્તી હોવા છતાં 1% પણ રકમ ફાળવવામાં ન આવતી હોવાનું તેઓએ જણાવ્યું હતુ.


આ બેઠકમાં ઉપસ્થિત રહેલા અન્ય રાજકીય, સામાજિક આગેવાનોએ પણ આ ભય,ભુખ અને ભષ્ટ્રાચારી ભાજપ સરકાર પર અનામત મુદ્દે તેજાબી ચાબખા લગાવતા જણાવ્યું હતું કે ગુજરાત રાજયમાં 52 % OBC સમાજની વસ્તી છે ઉપરાંત એમા 146 થી વધુ જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષોથી સ્થાનિક સ્વરાજની તમામ સંસ્થાઓ મા અનામત બેઠકો વધારવા ઉપરાંત બજેટમાં રકમ વધારવા રજૂઆતો કરવા છતાં તેના માટે આ ભષ્ટ્રાચારી ભાજપ સરકાર તરફથી માંગણીઓ સ્વીકારવાને બદલે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માંથી OBC અનામત દૂર કરવાનો આદેશ કરેલ છે અને તેની શરૂઆત શિક્ષણ અને નોકરીઓમાં અનામત નાબૂદ કરવાના ષડયંત્રની કરવામાં આવી છે.


ત્યારે “અનામત” બચાવવા ચિંતન કરી સંગઠિત અને સંકલ્પબદ્ધ બની લડાઈ લડવી અત્યંત જરૂરી છે.
સત્તા કે વિપક્ષથી પર રહી રાજકીય, સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્રે જોડાયેલ તથા OBC સમાજની લાગણી ધરાવતા સૌ આગેવાનો સાથે મળી અનામત પાછી મેળવવા મક્કમતાથી આગળ આવવું પડશે અને આના માટે
ચર્ચા-વિચારણા, જરૂરી ચિંતન કરી અનામત બચાવવા સંકલ્પબદ્ધ બનવા માટે આહ્વાન કર્યું હતું.
પાટણ યુનિવર્સિટી નાં રંગભવન હોલ ખાતે આયોજિત OBC બચાવો સંકલન સમિતિની બેઠકમાં કોંગ્રેસ પ્રદેશ સમિતિના પૂર્વ પ્રમુખ અને આંકલાવ નાં ધારાસભ્ય અમિતભાઈ ચાવડા સહિત ઉત્તર ગુજરાત
ના ધારાસભ્યો, સામાજિક આગેવાનો, વેપારીઓ સહિત OBC સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..