વંદે ગુજરાત રથનુ અડિયા મુકામે આગમન થતા બાલીકાઓએ કુમકુમ તિલક થી આવકાર્યો…

વંદે ગુજરાત રથનુ અડિયા મુકામે આગમન થતા બાલીકાઓએ કુમકુમ તિલક થી આવકાર્યો…

પાટણ તા.18
ગુજરાત ની 20 વર્ષની વિકાસની ગાથા ના વંદે ગુજરાત રથ નું સોમવારના રોજ અડિયા ગામે આગમન થતા બાલિકાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું.
આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર,તાલુકા ભાજપ પ્રમુખ રાજુભાઈ દેસાઈ,તાલુકા પંચાયત પ્રમુખ વનરાજજી ઠાકોર,મહામંત્રી જયેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા પંચાયતના રથના ઇન્ચાર્જ ભરતભાઈ દેસાઈ, તાલુકા પંચાયતના સદસ્ય ઉદાજી ઠાકોર, પૂર્વ મહામંત્રી મુકેશભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય કાંતિભાઈ દેસાઈ અને ગામના વડીલો અધિકારીગણ ઉપસ્થિતિ રહ્યા હતા.