સિધ્ધપુર તાલુકાના કાયણ ગામ ની પ્રાથમિક શાળા નાં 67 માં જન્મ દિન ની ઉજવણી કરવામાં આવી..

શાળાનાં પટાંગણમાં રંગોળી સાથે વિવિધ સુશોભનો આને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા..

કેક કાપી શાળા પરિવારે એક બીજા નું મોં મીઠું કરી શુભેચ્છાઓ પાઠવી..

સિધ્ધપુર તાલુકાના કાયણ ગામ ની પ્રાથમિક શાળા નાં 67 માં જન્મ દિન ની ઉજવણી કરવામાં આવી..

પાટણ તા.18
સિધ્ધપુર તાલુકાના કાયણ ગામ ની પ્રાથમિક શાળાના 67 માં જન્મ દિન પ્રસંગની સોમવાર ના રોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી.
શાળાના જન્મ દિન નિમિત્તે શાળાના બાળકો તથા શિક્ષકો દ્વારા કાયણ ગામ ની શાળા માં રંગોળી પુરી શાળા ના પટાગણ ને શણગારવામાં આવ્યો હતો સાથે સાથે કેક કાપી સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ઉજવણી કરી શાળા નાં જન્મ દિવસને યાદગાર બનાવવામા આવ્યો હતો.
આ પ્રસંગે શાળા ના આચાર્ય દ્વારા સ્ટાફ પરિવાર અને બાળકો સહિત ઉપસ્થિત મહાનુભાવો ને શુભેચ્છાઓ પાઠવી હતી.