પાટણના આબુવાલા ડેલા વિસ્તારમાં જજૅરિત મકાન ની દિવાલ ચોમાસા માં વરસાદી ભેજનાં કારણે ધરાશાયી બની

કોઈ જાતની જાન હાની ન થતાં લોકો એ હાસકારો અનુભવ્યો..

પાલિકા તંત્ર શહેરમાં જજૅરીત બનેલાં મકાનો ચોમાસામાં અકસ્માત સર્જે તે પહેલા ઉતારી લેવા માલિકોને ફરજ પાડે તેવી માંગ ઉઠી..

પાટણના આબુવાલા ડેલા વિસ્તારમાં જજૅરિત મકાન ની દિવાલ ચોમાસા માં વરસાદી ભેજનાં કારણે ધરાશાયી બની

પાટણ તા.૧૯
પાટણ શહેરના મહોલ્લા પોળો અને સોસાયટી વિસ્તારમાં વર્ષો જૂના અને જર્જિત બનેલા મકાનો ચોમાસાની ઋતુમાં જમીન દોસ્ત થતા હોવાના કિસ્સાઓ અવારનવાર બનતા હોય છે અને આવા કિસ્સાઓમાં અનેક વખત નાની મોટી જાન હાની થતી હોવાના બનાવો પણ બનતા હોય છે નગરપાલિકા તંત્ર દ્વારા ચોમાસા પૂર્વે શહેરના મહોલ્લા પોળો અને સોસાયટી વિસ્તારમાં વર્ષો જૂના પડવાના વાંકે ઉભેલા જજૅરિત મકાનો નો સર્વે કરી આવા મકાન માલિકોને નોટિસોની બજવણી કરવામાં આવતી હોય છે પરંતુ પાલિકા તંત્ર દ્વારા નોટિસોની બજવણી કર્યા બાદ પાછળથી તેની કોઈ કાર્યવાહી ન થતા અને જર્જરિત મકાનો ના માલિકો દ્વારા પણ પોતાના મકાનો નું રિપેરીગ કે ઉતારી લેવા માટે ની કોઈ કામગીરી હાથ નહીં ધરાતા આવા જજૅરિત મકાનો ચોમાસામાં જમીન દોસ્ત થતા હોય છે જેના કારણે આજુબાજુના રહિશો પણ ભય અનુભવતા હોય છે ત્યારે મંગળવારે શહેરના હેડ પોસ્ટ ઓફિસ ની પાછળ આવેલા આબુવાલા નાં ડેલાવાળા વિસ્તારમાં એક જજૅરિત મકાન ની દિવાલનો ભાગ ભેજ નાં કારણે ધરાશાયી બનતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો જોકે આ અકસ્માત માં કોઈ પણ પ્રકારની જાન હાની ન થતાં લોકો એ હાસકારો અનુભવ્યો હતો પરંતુ વિસ્તારના રહીશો એ આ જજૅરિત મકાન આખે આખું જમીન દોસ્ત બની કોઈ નુકશાન કરે તે પૂર્વે પાલિકા દ્વારા મકાન માલિકને આ જજૅરિત મકાન ઉતારી લેવા ફરજ પાડવામાં આવે તેવી માંગ કરી છે.