પાટણમાં ઈલેક્ટ્રીક પંખો ચાલુ કરવા જતાં ભેજના કારણે પટ્ટણી યુવતીને શોટૅ લાગ્યો..

૧૦૮ દ્વારા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ધારપુર ખસેડતાં યુવતીનો આબાદ બચાવ થયો..

પાટણમાં ઈલેક્ટ્રીક પંખો ચાલુ કરવા જતાં ભેજના કારણે પટ્ટણી યુવતીને શોટૅ લાગ્યો..

પાટણ તા.૧૯
પાટણ શહેરના પશ્ર્ચિમ વિસ્તારમાં મંગળવારે વહેલી સવારથી શરૂ થયેલા રિમઝિમ વરસાદ વચ્ચે પંખો ચાલું કરવા ગયેલી પટ્ટણી યુવતીને ઈલેક્ટ્રીક શોટૅ લાગતા ગંભીર ઈજાઓ થતાં ૧૦૮ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવતા તેઓનો આબાદ બચાવ થતાં પરિવારજનો એ રાહતનો દમ લીધો હતો.


આ બાબતે મળતી હકીકત મુજબ મંગળવારે સવારે 8:30 કલાકે શહેરના ખાન સરોવરથી બહુચર માતાના મંદિર પાસે આવેલા છાપરા વિસ્તારમાં રહેતા જોસનાબેન દેવાભાઈ પટણી ઉ.વ.16 પોતાના ઘરમાં પંખા ચાલુ કરવા જતા વરસાદી ભેજના લીધે કરંટ લાગતા ગંભીર રીતે ઘાયલ થઈ તેઓ બેભાન અવસ્થામા ઢળી પડ્યા હતા જોકે કરંટ તેમના હાથના ભાગેથી નીકળી જતા હાથમાં ઈજાઓ પહોંચી હતી.જોકે બનાવની જાણ પડોશીઓએ 108 એમ્બ્યુલન્સને કરતા ઈએમટી નિલેશ ચેતવાણી અને પાયલોટ હેમંતભાઈ પ્રજાપતિએ સત્વરે પહોંચી દર્દીને 108 એમ્બ્યુલન્સમાં જ સારવાર આપી ઓક્સિજન સપોર્ટ આપી અને ફલૂઈડ સ્ટાર્ટ કરી ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડયા હતા જ્યાં તાત્કાલિક સારવાર મળતાં દર્દીની હાલત સુધારા ઉપર હોય પરિવારજનો એ રાહત અનુભવી પાટણ 108 ના પાયલોટ અને ઈએમટી નો આભાર વ્યક્ત કર્યો હતો.