ચાણસ્માના રામગઢ ગામે વંદે ગુજરાત યાત્રા માં સ્વાગત સન્માન બાબતે સરપંચ અને પૂર્વ સરપંચ વચ્ચે માથાકૂટ સજૉય..

ભાજપના મહિલા આગેવાન દ્વારા ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ ની તજવીજ હાથ ધરી..

ચાણસ્માના રામગઢ ગામે વંદે ગુજરાત યાત્રા માં સ્વાગત સન્માન બાબતે સરપંચ અને પૂર્વ સરપંચ વચ્ચે માથાકૂટ સજૉય..

પાટણ તા.૧૯
ચાણસ્મા તાલુકાના રામગઢ ગામે મંગળવારે આવી પહોચેલા વંદે ગુજરાત યાત્રા દરમિયાન આયોજિત કાર્યક્રમમાં સરપંચ અને પૂર્વ સરપંચ વચ્ચે સન્માન મામલે માથાકૂટ થતા અને ભાજપ મહિલા અગ્રણીનો મોબાઇલ ગુમ થતાં આ મામલે તેઓએ ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ ની તજવીજ હાથ ધરતા સનસનાટી મચી જવા પામી હતી.
આ બનાવ બાદ અધિકારી ઓ અને ભાજપના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમની શરૂઆત થઇ હતી.
ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસલક્ષી કામોની આમ લોકોને વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.


શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. રોડ, રસ્તા, પાણી, આરોગ્ય વિષયક ગ્રામીણ વિસ્તારોમાં સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારે વિકાસના કાર્યક્રમોને પ્રાધાન્ય આપ્યું છે તેમ ઉપસ્થિત મહાનુભાવોએ કાર્યક્રમ દરમિયાન જણાવ્યુ હતુ. આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી રીટાબેન પંડયા,ભાજપ અગ્રણી મુકેશભાઈ(દાઢી) પટેલ, તાલુકા વિકાસ અધિકારી લક્ષ્મીબેન ઠાકોર, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ દિલીપકુમાર જોષી, કંબોઇ જિલ્લા પંચાયત સીટના જિલ્લા સદસ્ય આશાબેન ઠાકોર, કંબોઇ તાલુકા સદસ્ય અને પક્ષના નેતા જગતસિંહ સોલંકી, ભાજપ બક્ષીપંચ મોરચાના અગ્રણી વિક્રમજી ઠાકોર, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી સુનીલકુમાર ઠાકોર, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નિકુંલભાઈ સી.નાયક સહિત રામગઢ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.