પાટણ સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમોળા માતાજીની વર્ષગાંઠ પવૅની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરાશે..

સ્વામી પરિવારના સભ્યો ની બેઠકમાં નવીન સમિતિ ની સવૉનુમતે વરણી કરવામાં આવી..

માતાજીની વષૅ ગાંઠ નિમિત્તે પાલખી યાત્રા,યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવશે..

પાટણ સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમોળા માતાજીની વર્ષગાંઠ પવૅની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરાશે..

પાટણ તા.૨૦
પાટણ સ્વામી પરિવાર નાં કુળદેવી શ્રી સમોળા માતાજીની વર્ષગાંઠ પર્વની આગામી તા.૪ ઓગષ્ટ નાં રોજ વષૅ ગાંઠ પવૅની ઉજવણી ને યાદગાર બનાવવા અને પરિવારની નવીન કારોબારી ની રચના કરવા મંગળવારના રોજ શહેરના નરસિહજી ભગવાન નાં સાનિધ્યમાં સ્વામી પરિવાર નાં સભ્યોની મહત્વની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું.


આ બેઠકમાં પાટણ સ્વામી પરિવાર નાં પ્રમુખ તરીકે પુનઃ યશપાલ એમ સ્વામી ની સવૉનુમતે વરણી કરવામાં આવી હતી જ્યારે મંત્રી તરીકે નિલેશ જે.સ્વામી, સહ મંત્રી કલ્પેશ એ.સ્વામી,ઉપપ્રમુખ વિવેક એમ.સ્વામી, રાજેશ જે.સ્વામી(ખન્નાભાઈ), કનુભાઈ એમ સ્વામી (ઝવેરી), ખજાનચી શાંતિભાઈ કે.સ્વામી,સહ ખજાનચી મહેશભાઈ સ્વામી કારોબારી સભ્ય તરીકે પ્રમોદ સ્વામી, ધર્મેશ સ્વામી, દેવાભાઈ સ્વામી, કનુભાઈ સ્વામી,હેતલ સ્વામી,મહેશ સ્વામી,દિનેશ સ્વામી,દિલિપ સ્વામી,વિજય સ્વામી, મહેન્દ્રભાઈ સ્વામી, દલસુખભાઈ સ્વામી,
હષૅદભાઈ સ્વામી સલાહકાર સભ્યોમાં રમેશભાઈ (બેંકર), મણીલાલ ટી.સ્વામી, નરોત્તમ દાસ સ્વામી,કેવળભાઈ સ્વામી, ગણપતભાઇ સ્વામી અને ગટુલાલ સ્વામી ની વરણી કરવામાં આવી હતી.


આ બેઠકમાં આગામી તા ૪ ઓગષ્ટ ને ગુરૂવારના રોજ સ્વામી પરિવાર નાં કુળદેવી શ્રી સમોળા માતાજીની વર્ષગાંઠ નિમિત્તે આયોજિત કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. જેમાં સવારે ૮-૦૦ કલાકે માતાજી ની પાલખી યાત્રા શહેરના મોટી ભાટીયાવાડ ખાતેથી યજમાન પરિવાર સ્વ.જેશંગલાલ ધુડાભાઈ સ્વામી પરિવારના રાકેશભાઈ શાંતિભાઈ સ્વામી નાં નિવાસ સ્થાનેથી ભક્તિ સંગીતના સુરો વચ્ચે આરતી સાથે પ્રસ્થાન પામી શહેર વિવિધ વિસ્તારોમાં થઈ ને પદમનાભ ભગવાન મંદિર પરિસર ખાતે સંપન્ન થશે. જ્યાં માતાજીનો યજ્ઞ કરવામાં આવશે જેના યજમાન પદનો લ્હાવો કનુભાઈ બળવંતભાઈ સ્વામી ટીબાવાસ પરિવાર લેશે.
દર વષૅ ની જેમ ચાલુ વર્ષે પણ સ્વામી પરિવાર નાં કુળદેવી શ્રી સમોળા માતાજીની વર્ષગાંઠ પવૅની ઉજવણી ને યાદગાર બનાવવા સ્વામી પરિવાર નાં તમામ સભ્યો માં અનેરો આનંદ ઉલ્લાસ જોવા મળ્યો હતો.