પાટણ ના ચતુર્ભુજ બાગ પાછળ નાં શૌચાલય ની અસહ્ય દુર્ગંધ ને લઈ રોગચાળો ફેલાવાની ભીતી..

છેલ્લા ધણા સમયથી ચોમાસાની ઋતુમાં વિસ્તારની સફાઈ કામગીરી ન થતાં ગંદકી નું સામ્રાજ્ય સજૉયુ..

પાલિકા તંત્ર શહેરને સ્વચ્છ અને શહેરીજનોને સ્વસ્થ રાખવા નક્કર કામગીરી હાથ ધરે તેવી માંગ પ્રબળ બની..

પાટણ ના ચતુર્ભુજ બાગ પાછળ નાં શૌચાલય ની અસહ્ય દુર્ગંધ ને લઈ રોગચાળો ફેલાવાની ભીતી..

પાટણ તા.૨૧

પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ચોમાસા દરમિયાન અસહ્ય ખડકાયેલા ગંદકી નાં ઢગ નાં કારણે શહેરીજનોમાં રોગચાળો ફેલાવાની ભીતી સેવાઈ રહી છે ત્યારે શહેરના મેઈન રોડ પર આવેલ ચતુર્ભુજ બાગ નાં પાછળ નાં ભાગે ફેલાયેલી ગંદકી ને કારણ વિસ્તારના વેપારીઓ સહિત ચતુર્ભુજ બાગ માં આરામ માટે આવતાં વટે માર્ગુ તેમજ મનોરંજન માટે આવતાં ભુલકાઓ અને તેમનાં વાલીઓ માં પાલિકા ની કામગીરી સામે નારાજગી ઉભી થવા પામી છે.

શહેરના ચતુર્ભુજ બાગ પાછળ નાં રસ્તા ઉપર નગરપાલિકા સંચાલિત શૌચાલય ની ધણા સમયથી સફાઈ કરવામાં આવી ન હોય જેનાં કારણે અસહ્ય દુર્ગંધ સાથે લોકો ચતુર્ભુજ બાગ માં જ જાહેર માં લધુશંકા મજબુર બન્યા છે.એક તરફ શહેરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવાની પાલિકા સત્તાધીશો બુમરાણ પોકારી રહ્યા છે ત્યારે પાલિકા ની સ્વચ્છતા શાખા દ્વારા આ વિસ્તારની ગંદકી તેમજ શૌચાલય ની દુર્ગંધ દૂર કરવામાં વામણી પુરવાર થઈ હોય આ વિસ્તારના વેપારીઓ સહિત ચતુર્ભુજ બાગ માં આવતા શહેરીજનો માં પાલિકા તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો.

પાટણ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા સાચા અર્થમાં શહેરને ચોમાસામાં સ્વચ્છ અને શહેરીજનોને સ્વસ્થ રાખવા પ્રયત્નશીલ બને તેવી માંગ પ્રબળ બનવા પામી છે.