ચોમાસામા વરસાદી પાણીનાં કારણે સાંતલપુર નેશનલ હાઈવે 27 પર પડેલા મસમોટા ખાડાઓ..

ખાડાઓના કારણે અકસ્માત વધવાની સાથે વાહન ચાલકો ની મુશ્કેલીઓ પણ વધી..

તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ નેશનલ હાઈવે પર નાં ખાડાઓનુ પુરાણ કરાવે તેવી વાહનચાલકો માં માંગ ઉઠી..

ચોમાસામા વરસાદી પાણીનાં કારણે સાંતલપુર નેશનલ હાઈવે 27 પર પડેલા મસમોટા ખાડાઓ..

પાટણ તા.21
ચોમાસાની ઋતુમાં હાઈવે માર્ગ ની હાલત પણ દયનિય બની છે ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર નેશનલ હાઇવે માગૅ પર પડેલા પુષ્કળ ખાડાઓને કારણે અકસ્માત ની સાથે સાથે વાહન ચાલકો ની મુશ્કેલી વધવા પામી છે.


પાટણ શહેર સહિત સમગ્ર છેલ્લા એક સપ્તાહથી મેધરાજા ની અવિરત વષૉ વહી રહી છે જેના કારણે નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સાથે હાઈવે માર્ગ નાં ધોવાણ થતાં માગૉ પર મસ મોટા ખાડાઓ પડ્યા છે ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર નેશનલ હાઇવે 27 ની હાલત પણ દયનિય બની છે.માગૅ પર પડેલા ખાડાઓને કારણે અકસ્માત ની ધટના ઓની સાથે સાથે વાહન ચાલકો ની મુશ્કેલી માં વધારો થયો છે.
નેશનલ હાઈવે પર પડેલા ખાડાઓનુ તાત્કાલિક ધોરણે પુરાણ કરવા તંત્ર દ્વારા ક્વાયત હાથ ધરવામાં આવે તેવી વાહન ચાલકો ની માંગ પ્રબળ બનવા પામી છે.