પાટણના સમીની પી.આર પરમાર હાઇસ્કુલ ખાતે ઉમાશંકર જોશી ની જન્મ જયંતી પવૅ ઉજવાયો..

ઉમાશંકર જોશીના સાહિત્યની મહાનુભાવો દ્વારા તલસ્પર્શી સમજ આપવામાં આવી…

પાટણના સમીની પી.આર પરમાર હાઇસ્કુલ ખાતે ઉમાશંકર જોશી ની જન્મ જયંતી પવૅ ઉજવાયો..

પાટણ તા.૨૧
સમી ખાતે આવેલ પ્રેમચંદભાઈ રા પરમાર હાઇસ્કુલ (જય ભારત) માં ગુજરાતના કવિઓના કવિ ઉમાશંકર જોશીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનો શાબ્દિક પરિચય શાળાના આચાર્ય સંજયભાઈ પટેલ આપ્યો હતો, ઉમાશંકર જોશીના જીવન-કવન વિશે અશ્વિનભાઈ કડિયા,કાવ્ય પંક્તિ વિશાળ જગ વિસ્તારેની સમજ શૈલેન્દ્રસિંહ સોઢા, કવિતા ભોમિયા વિના ભોમવાતા ડુંગરની સમજ સાહીલકુમાર વિરતીયા, શૈક્ષણિક કારકિર્દી વિશે બાલસંગજી ઠાકોરે તલસ્પર્શી સમજ આપી હતી.


આ પ્રસંગે મુખ્ય મહેમાન પ્રો. રૂપેશભાઈ ગૌસ્વામીએ વિદ્યાર્થીઓને ઉમાશંકર જોશીના જીવન-કવન અને તેમના સાહિત્ય વિશે અવનવી વાતોને સંક્ષિપ્તમાં ખૂબ સુંદર સમજ આપી હતી. કાયૅક્રમ માં સંજયભાઈ ઠાકોર,મહેબુબભાઇ સિપાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.. કાર્યક્રમનું સંચાલન માયાબેન દેસાઈ અને આભારવિધિ નર્મદાબેન પરમારએ કરી હતી.