પાટણ વિધાનસભા ના ધાયણોજ,ખારીવાવડી અને કુણઘેર તાલુકા પંચાયત પેજ સમિતિ અંતગર્ત પ્રવાસ યોજાયો..

પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ સહિતના ભાજપ આગેવાનો પણ પ્રવાસ માં જોડાયા…

પાટણ વિધાનસભા ના ધાયણોજ,ખારીવાવડી અને કુણઘેર તાલુકા પંચાયત પેજ સમિતિ અંતગર્ત પ્રવાસ યોજાયો..

પાટણ તા.22
પાટણ વિધાનસભાના કુણઘેર જિલ્લા પંચાયત સીટની ધારણોજ, ખારીવાવડી અને કુણઘેર તાલુકા પંચાયત સીટનો પેજ સમિતિ અંતર્ગત ગુરૂવારના રોજ ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ સહિતના ભાજપ આગેવાનો દ્વારા પ્રવાસ કરવામાં આવ્યો હતો.


આ પ્રવાસ દરમિયાન કે. સી. પટેલે પેજ સમિતિના આગેવાનો,કાયૅકરો સાથે વિચાર વિમર્શ કરી આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાટણ જિલ્લાની ચારે ચાર બેઠકો ઉપર ભગવો લહેરાઈ તે માટે પેજ સમિતિ ને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.


આ પ્રવાસ દરમિયાન ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ ની સાથે પાટણ વિધાનસભાના પ્રભારી કૃણાલભાઈ ભટ્ટ, વિસ્તારક એનાલભાઈ, પાટણ તાલુકા મહામંત્રી જલુજી ઠાકોર, દિલીપભાઈ દેસાઈ, વિરેશભાઈ વ્યાસ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.