પાટણના રામનગર પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી..

વિધાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા..

મહાનુભાવો દ્વારા વિધાર્થીઓને પ્રોત્સાહિત કરી ઈનામ એનાયત કયૉ..

પાટણના રામનગર પ્રાથમિક શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી..

પાટણ તા.૨૨
પાટણ શહેરના ઓજી વિસ્તાર એવા વોર્ડ નંબર 11 માં આવેલ રામનગર પ્રાથમિક શાળાનો શુક્રવારના રોજ સ્થાપના દિવસ હોઈ આ સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણી પ્રસંગે સ્થાનિક કોર્પોરેટર જયેશભાઈ પટેલ,ભવાનજી ઠાકોર,પરબતજી ઠાકોર સહિત શાળાના આચાર્ય અને શિક્ષકગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલા તમામ બાળકોને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજના પ્રસંગમાં ઉપસ્થિત રહેલા કોર્પોરેટર જયેશભાઈ પટેલે જણાવ્યું હતું કે શાળાનો સ્થાપના દિવસ એટલે કે જન્મદિવસ એ કોઈક જ શાળા ઉજવતી હોય છે. ત્યારે આજે રામનગર પ્રાથમિક શાળાના જન્મ દિવસ એટલે કે સ્થાપના દિવસની ઉજવણી કરીને આજે આ અવસરમાં આવવાનો મોકો મળ્યો તેના માટે શાળાનો આભાર વ્યક્ત કરું છું.જ્યારે પણ શાળા માટે કંઈપણ કાર્ય હશે હું ખડેપગે રહીશ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામ લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સુંદર મજાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો . ઉપસ્થિત સૌનો શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.