સ્વ.મહંમદીરફી ની પૂણ્યતિથિ નિમિત્તે સ્વર સંદિપ મ્યુઝિકલ કલબ દ્વારા સપ્તક સંગીત કાર્યક્રમ યોજાશે..

સંગીત મઢ્યા કાયૅક્રમથી પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના મિત્રો ને માહિતગાર કરાયા..

સ્વ.મહંમદીરફી ની પૂણ્યતિથિ નિમિત્તે સ્વર સંદિપ મ્યુઝિકલ કલબ દ્વારા સપ્તક સંગીત કાર્યક્રમ યોજાશે..

પાટણ તા.૨૨
પાટણના પ્રસિધ્ધ જગન્નાથ મંદિર પરીસર ખાતે સ્વર સંદી૫ મ્યુઝીકલ કલબ દ્વારા આયોજીત સ્વ.મહંમદરફી ની પૂણ્યતિથિ નિમિત્તે પ્રથમવાર ગીત સંગીતનો સંગીત સમાર્ટ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે જે અનુસંધાને પત્રકાર પરીષદ યોજાઇ હતી.


સંગીત કલાક્ષેત્રે ઉત્તર ગુજરાતમાં આગવી નામના ધરાવતા પાટણ શહેરમાં સ્વર સંદીપ મ્યુઝીકલ કલબ દ્વારા આયોજીત સ્વ. રફી-કિશોર અને મહાન પાર્શ્વગાયક મુકેશજીના સંગીત સમારોહનો કાર્યક્રમ તા.૨૨ જુલાઇથી યોજાવા જઇ રહયો છે જે અંગે સ્વર સંદીપ મ્યુઝીકલ કલબના સંચાલક સંદીપ ખત્રી દ્વારા પત્રકારોને કાર્યક્રમની રુપરેખાથી વાકેફ કરવામાં આવ્યા હતા..


આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે, પાટણ શહેરમાં પ્રથમવાર ફિલ્મી ગીત સંગીતનો ભવ્ય સગીત સમારોહ કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમમાં હિન્દી ફિલ્મ જગતના મહાન પાર્શ્વગાયકોના સ્વરે ગવાયેલ યાદગાર ગીતોની રસલ્હાણ કરાવવામાં આવશે. તો સાથે સાથે સામાન્ય લોકો પણ ફિલ્મી ગીત સંગીતની મજા માણી શકે તે માટે શહેરના જાહેર માર્ગો પર પણ સંગીતની સ્વરસાધના રેલાવાશે. વધુમાં તેઓએ સંગીત સમારોહ કાર્યક્રમ અંતર્ગત યોજાનાર વિવિધ ગીત સંગીતના કાર્યક્રમો વિશે પત્રકારોને વિશેષ માહિતી આપી હતી.


આ પ્રસંગે પ્રદિપભાઈ બારોટ, પ્રતિક સાલવી, હેમંતભાઇ કાટવાલા સહિત પ્રિન્ટ તેમજ ઇલેકટ્રોનિક મીડીયાના પત્રકારો ઉપસ્થિત રહયા હતા.