CBSC બોડૅ ની ધો12 ની પરિક્ષા ઉચ્ચ ગુણાંક સાથે પાસ કરતા તિલક સ્વામી..

સમાજના રાજકીય, સામાજિક આગેવાનો એ શુભેચ્છાઓ પાઠવી..

CBSC બોડૅ ની ધો12 ની પરિક્ષા ઉચ્ચ ગુણાંક સાથે પાસ કરતા તિલક સ્વામી..

પાટણ તા.22
શુક્રવારે જાહેર થયેલા CBSE બોર્ડની ધો 12 ની પરીક્ષામાં પાટણ ની સૌ પ્રથમ CBSC માન્યતા પ્રાપ્ત ઓકસફડૅ ઈંગ્લિશ મિડિયમ સ્કુલ નાં વિધાર્થી અને પાટણના જાણીતા પત્રકાર યશપાલ સ્વામીનાં સુપુત્ર ચિ તિલક સ્વામીએ ધોરણ 12 કોમર્સ CBSE બોર્ડની પરીક્ષામાં 82.8 % ટકા મેળવી સમસ્ત સ્વામી- પ્રજાપતિ સમાજનું ગૌરવ વધાર્યું છે.


તિલક સ્વામી ની ઉપરોક્ત સિધ્ધી બદલ અખિલ ભારતીય પ્રજાપતિ કુંભકાર મહાસંઘ પાટણ જિલ્લા યુવા અધ્યક્ષ અને પાટણ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી ગોવિંદભાઇ પ્રજાપતિ સહિત સમાજના આગેવાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અને શિક્ષણ ક્ષેત્રે તિલક સ્વામી ઉતરોતર પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.