વારાહી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ચેકઅપ માટે લવાયેલ અને અપહરણ નાં ગુનામાં સંડોવાયેલ આરોપી પોલીસ ને ચકમો આપી ફરાર થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો..

ફરાર આરોપીને ઝડપી લેવા પોલીસ દ્વારા નાકાબંધી કરી ચક્રોગતિમાન કર્યા..

વારાહી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ચેકઅપ માટે લવાયેલ અને અપહરણ નાં ગુનામાં સંડોવાયેલ આરોપી પોલીસ ને ચકમો આપી ફરાર થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો..

પાટણ જિલ્લા નાં સાંતલપુર તાલુકાના વારાહી પોલીસ સ્ટેશન માં અપહરણ નાં ગુનામાં પકડાયેલા આરોપી ને મેડિકલ ચેકઅપ માટે વારાહી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો ત્યાંથી તે આરોપી ફરજ પરના પોલીસ ને ચકમો આપી નાસી છુટતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.


આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી પોલીસ સ્ટેશનમાં અપહરણ નાં ગુનામાં ઝડપાયેલા બનાસકાંઠા જિલ્લા નાં કાંકરેજ તાલુકાના ભદરીવાળી નાં આરોપી રાહુલજી ને શુક્રવારના રોજ પોલીસ જાપ્તા સાથે મેડિકલ ચેકઅપ માટે વારાહી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવામાં આવ્યો હતો ત્યારે ઉપરોકત આરોપી એ ફરજ પરના પોલીસ ને ચકમો આપી ફરાર થઈ જતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો તો બનાવને પગલે આરોપી ને ઝડપી લેવા પોલીસ દ્વારા તમામ વિસ્તારોમાં નાકાબંધી કરી ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે તો બનાવને પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

369News ફેસબુક પેજને લાઈક કરો👍🏻

https://www.facebook.com/369News-109979724649332/

369news વૉટ્સએપ પર ગ્રુપ જોઇન કરવા લિન્ક ઉપર ક્લિક કરો

https://chat.whatsapp.com/FIdSseEc95ZEXZsLDyJonl