ચાણસ્માના રામગઢ નજીક રાત્રી નાં સુમારે બંધ લાઈટ સાથે રોડ પર પાકૅ કરેલ ટ્રક સાથે બાઈક ચાલક અથડાતા મોત નિપજ્યું..

બનાવના પગલે ચાણસ્મા પોલીસ દ્વારા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી..

ચાણસ્માના રામગઢ નજીક રાત્રી નાં સુમારે બંધ લાઈટ સાથે રોડ પર પાકૅ કરેલ ટ્રક સાથે બાઈક ચાલક અથડાતા મોત નિપજ્યું..

પાટણ જિલ્લા નાં ચાણસ્મા થી કંબોઈ તરફ બાઈક પર જઈ રહેલા યુવાનને ગત મોડી રાત્રે રામગઢ નજીક રોડ પર બંધ હાલતમાં અને પાછળની હેડ લાઈટ બંધ હાલતમાં ઉભેલ ટ્રક સાથે અકસ્માત સજૉતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા બાઈક ચાલક ને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજતાં આ બાબતે ટ્રક ચાલક વિરૂધ્ધ ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.


આ બાબતે મળતી હકીકત મુજબ નોકરીથી બાઈક પર પરત ફરી રહેલા દિગ્વિજયસિહ માનસંગજી સોલંકી ચાણસ્મા થી કંબોઈ તરફ ગતરાત્રીના સુમારે જઈ રહ્યા હતા ત્યારે રામગઢ નજીક રોડ ઉપર ઉભેલ અને પાછળ ની બંધ હેડ લાઈટ વાળી ટ્રક નં જીજે 12 એયુ 6425 સાથે તેઓનું બાઈક નં.જીજે 24 એજે 4064 ધડાકાભેર અથડાતાં તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને કારણે તેઓને 108 દ્વારા ચાણસ્મા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
આ બાબતે ચાણસ્મા પોલીસ ને જાણ થતાં તેઓએ લાશનું પોસ્ટમોર્ટમ કરાવી વાલી વારસોને લાશ સોંપી ટ્રક ચાલક વિરૂધ્ધ કાયદેસરની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
રામગઢ ગામ પાસે બંધ હેડ લાઈટ વાળી પાકૅ કરેલ ટ્રક સાથે અંધારા નાં કારણે બાઈક ચાલક નાં સજૉયેલા અકસ્માતના પગલે લોકોમાં ટ્રક ચાલક સામે રોજ જોવા મળ્યો હતો.

369News ફેસબુક પેજને લાઈક કરો👍🏻

https://www.facebook.com/369News-109979724649332/

369news વૉટ્સએપ પર ગ્રુપ જોઇન કરવા લિન્ક ઉપર ક્લિક કરો

https://chat.whatsapp.com/FIdSseEc95ZEXZsLDyJonl