પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં ભષ્ટ્રાચાર નાં આક્ષેપો વચ્ચે વિપક્ષ દ્વારા નકલી નોટો નો વરસાદ વરસાવ્યો..

ભષ્ટ્રાચાર નાં આક્ષેપો મામલે પાલિકા ની સામાન્ય સભા ગરમાઈ..

પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં ભષ્ટ્રાચાર નાં આક્ષેપો વચ્ચે વિપક્ષ દ્વારા નકલી નોટો નો વરસાદ વરસાવ્યો..

પાટણ નગરપાલિકાની શુક્રવારના રોજ યોજાયેલી સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા પાલિકા માં ચાલતાં ભષ્ટ્રાચાર નાં આક્ષેપો વચ્ચે ડુપ્લીકેટ નોટો નો વરસાદ કરી ભષ્ટ્રાચારી ભાજપ શાસિત નગરપાલિકા નાં સત્તાધીશો સામે વિરોધ પ્રદર્શિત કરતાં સામાન્ય સભા ગરમાઈ હતી.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ નગરપાલિકા ની સામાન્ય સભા શુક્રવારના રોજ બપોરે પાલિકાના સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ નાં અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં એજન્ડા પરના વિવિધ કામો ઉપર ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે વિપક્ષના કોપોરૈટરો દ્વારા ભાજપ શાસિત પાટણ નગરપાલિકા નાં સતાધીશો સામે ભ્રષ્ટાચાર ના આક્ષેપો કરી ચાલુ સામાન્ય સભામાં રૂ.500 અને 2000ની નકલી નોટો ઉછાળી વિરોધ પ્રદર્શિત કરવામાં આવતાં સામાન્ય સભા ગરમાઈ હતી.
પાલિકા ની સામાન્ય સભામાં વિરોધ પક્ષના કોર્પોરેટરો
ભરત ભાટિયા, આશાબેન ઠાકોર, નેહાબેન પટેલ દ્વારા ભષ્ટ્રાચાર મામલે નકલી નોટો નો વરસાદ કરવામાં આવતાં શાસક પક્ષના કોર્પોરેટરો સહિત પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ ધડીભર માટે સ્તબ્ધ થઈ ગયા હતા.
તો ભષ્ટ્રાચાર મામલે વિપક્ષના કોપોરૈટર ભરત ભાટીયા એ સતાધારી ભાજપ સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં ભૂગર્ભ ગટર ની નવીન મશિનરી ની ખરીદી માટે બહાર પાડવામાં આવેલ ટેન્ડર માં ભૂગર્ભ ગટર નાં ચેરમેન ની સહી વગર ઉચા ભાવના ટેન્ડર ને મંજુર કરવામાં આવેલ તો રોડ નાં કામો સમયસર પૂર્ણ નહીં કરનારા કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે સતાધારી ભાજપ દ્વારા તેનો ખુલાસો પુછવાના નાટક કરી પાલિકાના કામોમાં ભષ્ટ્રાચાર આચરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કરાયા હતા.
આ ભષ્ટ્રાચાર મામલે વિપક્ષના કોપોરેટરો દ્વારા નકલી નોટો નાં કરાયેલા વરસાદ બાબતે પ્રતિક્રિયા આપતા પાટણ પાલિકા નાં ઉપ પ્રમુખ ધર્મેશ પ્રજાપતિ એ જણાવ્યું હતું કે ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા શહેરમાં અનેક વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે ત્યારે વિપક્ષના કોપોરૈટર દ્વારા ભષ્ટ્રાચાર નાં કરવામાં આવેલાં આક્ષેપો ને તેઓએ પાયા વિહોણા ગણાવ્યા હતા.
પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા ભષ્ટ્રાચાર મામલે કરાયેલા નકલી નોટો નાં વરસાદ ની ધટના ટોક ઓફ ધ ટાઉન બનવા પામી હતી.