શૈક્ષિક મહાસંઘ પાટણ જિલ્લા ની કારોબારી બેઠક મળી..

નવી ટીમ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી ની મુલાકાત લઈ પરિચય કેળવવામાં આવ્યો..

શૈક્ષિક મહાસંઘ પાટણ જિલ્લા ની કારોબારી બેઠક મળી..

પાટણ તા.૩૦
શૈક્ષિક મહાસંઘ પાટણ જિલ્લાના કાર્યકર્તાઓએ શનિવારના રોજ જિલ્લા શિક્ષણાધિકારીની શુભેચ્છા મુલાકાત લઈ જિલ્લા કારોબારીની બેઠક યોજી હતી.


રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, પાટણ જિલ્લા ની માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને આચાર્ય સંવર્ગ ની નવીન રચાયેલ ટીમ ની મળેલી કારોબારી બેઠક પૂર્વે જિલ્લા શિક્ષણાધિકારી ને અધ્યક્ષ ધનરાજભાઈ ઠક્કરે નવિન રચાયેલ જિલ્લા કારોબારી ટીમની યાદી આપી પરિચય કરાવ્યો હતો. શિક્ષણમાં નવી દિશા મળે તે માટે અને વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના જાગ્રત થાય તેવા કાર્યક્રમો હર ઘર તિરંગા જેવા વિષયો પર જિલ્લશિક્ષણાધિકારી સાથે ચર્ચા કરી વધુમાં વધુ બાળકો પણ પોતાના ઘર ઉપર તિરંગો લગાવે તેવી સૂચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંઘ કાર્યાલય પર કારોબારી સમિતિની મીટીંગ યોજી હતી. જેમાં તા.૧ ઓગષ્ટને સોમવારના રોજ સ્વતંત્રતના અમૃત મહોત્સવ કાર્યક્રમમાં વક્તા તરીકેના નામો તથા વિશેષ ઉજવણી બાબતે ચર્ચા કરી હતી. ઓગષ્ટ માસમાં સદસ્યતા અભિયાન અંતર્ગત જિલ્લાની દરેક શાળા અને તમામ શિક્ષકો સુધી પહોંચવા તાલુકા દીઠ યોજના બનાવી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ પોતાના ઘર પર તા.૧૩ થી ૧૫ ઓગષ્ટ ત્રિદિવસીય તિરંગા ફરકાવે એ માટે સંકલન કરી સંખ્યા નોંધાવવા જણાવ્યું હતું.


આ ઉપરાંત જિલ્લાની શાળાઓના શિક્ષકોના કોઈ પણ પેન્ડીંગ પ્રશ્નો હોય તેની માહિતી એકત્રિત કરીને સંગઠનાત્મક રીતે રજૂઆત કરવાની ચર્ચા પણ કરી હતી. રાજ્યના માધ્યમિક સંવર્ગના મંત્રી રુપેશભાઈ ભાટિયા, માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ ધનરાજભાઈ ઠક્કર, ઉ. મા. સંવર્ગના અધ્યક્ષ પશાભાઈ દેસાઈ, આચાર્ય સંવર્ગના અધ્યક્ષ સંજયભાઈ પટેલ તથા રાજગોપાલ મહારાજા, હિરેનભાઈ પ્રજાપતિ, ધીરજભાઈ સોલંકી, ગોવિંદભાઈ પટેલ, માનસિંહભાઈ ચૌધરી, રમેશભાઈ એ. ચૌધરી, જયેશ ભાઈ પ્રજાપતિ, જયેશભાઈ વ્યાસ, ઉપેન્દ્રભાઈ ગજ્જર, યોગેશભાઈ પટેલ, મનિષાબેન ખત્રી, દશરથ ભાઈ પ્રજાપતિ, વગેરેની ઉપસ્થિતિમાં કારોબારી મિટીંગ મળી હતી.