વડાપ્રધાન ના મન કી બાત કાર્યક્રમ ને બાલીસણા શક્તિ કેન્દ્ર-૨ નાં કાયૅકરોએ નિહાળ્યો…

વડાપ્રધાન ના મન કી બાત કાર્યક્રમ ને બાલીસણા શક્તિ કેન્દ્ર-૨ નાં કાયૅકરોએ નિહાળ્યો…

પાટણ તા.૩૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાં રવીવાર નાં રોજ આયોજિત મન કી બાત કાર્યક્રમને પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં નિહાળવા ભાજપ દ્વારા વિવિધ સ્થળોએ આયોજન કરવામાં આવ્યું હતું. જે આયોજન અંતગર્ત પાટણના બાલીસણા શક્તિ કેન્દ્ર -૨ ખાતે આયોજિત મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના મન કી બાત કાર્યક્રમને નિહાળવા પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પરમાર નરેશભાઈ મંગળભાઈ, પાટણ તાલુકા ભાજપ ના પૂર્વ ઉપપ્રમુખ રાહુલભાઈ પટેલ, પુર્વ મંત્રી વિનોદભાઈ પરમાર, પાટણ જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચોના વસંતભાઈ પરમાર, બાલીસણા ગ્રામ પંચાયત સદસ્ય મૈયુદીનભાઈ શેખ, બ્રિજેશભાઈ પરમાર સહિત ભાજપના આગેવાનો કાયૅકરો ઉપસ્થિત રહી નિહાળ્યો હતો.