પાટણ બહેરા મૂંગા શાળામાં વિદ્યાર્થીઓ નો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો..

રોટરી કલબ દ્વારા વિજેતા ખેલાડીઓને ઇનામ, શૈક્ષણિક કીટ તથા ગણવેશ વિતરણ કરવામાં આવ્યા.

પાટણ બહેરા મૂંગા શાળામાં વિદ્યાર્થીઓ નો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો..

શ્રીમતી એમ.કે.વ્યાસ અને શ્રીમતી વાય.આર.સાંડેસરા બહેરા મૂંગા શાળા પાટણમાં સોમવાર ના રોજ પ્રવેશોત્સવ કાર્યક્રમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.ડી.આઈ.પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને યોજવામા આવ્યો હતો.


આ શાળા પ્રવેશોત્સવની સાથે દાતા જનકભાઈ ઠક્કર હારીજ વાળા તરફથી બાળકોને ગણવેશ, ગોપાલકૃષ્ણ ટ્રસ્ટ તરફથી નવા પ્રવેશ પામેલ બધિર બાળકોને સ્કુલ બેગ તથા રોટરી ક્લબ ઑફ પાટણ તરફથી જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ વિજેતા ખેલાડીઓને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


આ કાર્યક્રમમાં જિલ્લા રમત ગમત અધિકારી નરેશભાઇ ચૌધરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી પ્રભુભાઈ ચૌધરી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કેતનભાઇ પ્રજાપતિ,રોટરી કલબના પ્રમુખ જયરામભાઈ પટેલ, શાળા શુભેચ્છક અરવિંદભાઇ ઠક્કર,સી.આર.સી ભરતભાઈ દેસાઈ તથા રોટરી ક્લબ માંથી અતુલભાઇપટેલ, મહેન્દ્રભાઈ પટેલ, રાજેશ મોદી, ભગવાનભાઇ પટેલ, ઝુંઝારસિંહ સોઢા,વિનોદ સુથાંર, રમેશભાઈ ઠક્કર વગેરે ઉપસ્થિત રહીને બધિર બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.


આ પ્રસંગે જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી ડો.દિનેશભાઈ પજાપતિ એ રોટરી ક્લબ તથા જનકભાઈ ઠક્કરના કાર્ય ને સરાહનીય લેખાવી જણાવ્યું હતું કે કુદરતે જયાં પ્રકાશ નથી ફેલાવ્યો ત્યાં આજે આપણે પ્રકાશ ફેલાવા ભેગા થયા છીએ.આજે મને સોમનાથ મહાદેવનાં દર્શન થયા હોય એટલો આનંદ આ બધિર બાળકોને મળી થયો છે.આ શાળામાં જે કાર્ય થઈ રહ્યું છે તે જોઇને મને ખુબ આનંદ થયો છે.


પ્રારંભમાં સર્વે મહેમાનોનું સ્વાગત સંસ્થાના માનદ્ મંત્રી દેવેન્દ્રભાઇ સાલવીએ કર્યું હતું .બધિર બાલિકાઓએ સ્વાગત નૃત્ય અને બાળ ગીત રજુ કરી સૌને પ્રભાવીત કર્યા હતા.સંસ્થાની પ્રવૃત્તિનો અહેવાલ કુસુમબેન ચંદારાણાએ આપેલ. જયારે અનિતાબેન દવે મહેમાનો દ્વારા બોલાયેલ પ્રવચનને બધિર બાળકો સમજે માટે સાઈન લેંગ્વેજની ભાષામાં સુંદર સમજૂતી આપી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય ઘેમરભાઇ દેસાઈ,
જગદીશભાઈ શ્રીમાળી, નુપૂરબહેન પટેલ તથા શાળા સ્ટાફે કરેલ.આભાર વિધિ વહીવટી અધિકારી ઉષાબેન બૂચે કરી હતી.