ચાણસ્માના લણવા ખાતેનાં વડુ તળાવમાં અગમ્ય કારણો સર અસંખ્ય માછલાઓના મોત નિપજતાં અરેરાટી વ્યાપી..

પાણી કેમિકલ ઓઈલ અથવા ઓક્સિજન ધટી જવાનાં કારણે બનાવ બન્યો હોવાનું અનુમાન..

મૃત માછલાં ઓની દુગૅધ વિસ્તારમાં ફેલાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો..

ચાણસ્માના લણવા ખાતેનાં વડુ તળાવમાં અગમ્ય કારણો સર અસંખ્ય માછલાઓના મોત નિપજતાં અરેરાટી વ્યાપી..

ચાણસ્મા ના લણવા ગામે આવેલ વડુ તળાવમાં સોમવાર ના રોજ સંખ્યાબંધ માછલાં ના કોઈ અગમ્ય કારણોસર મોત નિપજતાં ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી તો બનાવની જાણ તંત્ર ને કરાતા ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના તાલુકા મથક ચાણસ્માના લણવા ગામના વડુ તળાવમાં શ્રાવણના પ્રથમ સોમવારે અસંખ્ય માછલાઓ નાં મોત નિપજયા હોવાનુ જાણવા મળતા ગ્રામજનોના ટોળેટોળાં ધટના સ્થળે દોડી આવ્યા હતા અને બનાવને પગલે લોકોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી તો આ બાબતે તંત્ર ને જાણ કરવામાં આવતા ટીમે પણ ધટના સ્થળે આવી તપાસ નાં ચક્રો ગતિમાન કર્યા હતા.


લણવા ગામના વડુ તળાવમાં સોમવાર ના રોજ અસંખ્ય માછલાઓના મોત પાછળ પાણી માં કેમિકલ ઓઈલ અથવા ઓક્સિજન ધટી જવાનાં કારણ ફળીભૂત બન્યા હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.જોકે ટીમ દ્વારા હાલમાં આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. લણવા ગામે આવેલ વડુ તળાવમાં અસંખ્ય માછલાઓના મોત નાં કારણે વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.

369News ફેસબુક પેજને લાઈક કરો👍🏻

https://www.facebook.com/369News-109979724649332/

369news વૉટ્સએપ પર ગ્રુપ જોઇન કરવા લિન્ક ઉપર ક્લિક કરો

https://chat.whatsapp.com/FIdSseEc95ZEXZsLDyJonl