યુનિવર્સિટીના બીબીએ ડિપાર્ટમેન્ટ હોલ ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો..

જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજન કરાયું..

યુનિવર્સિટીના બીબીએ ડિપાર્ટમેન્ટ હોલ ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો..

ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ હેઠળ કાયદાકીય માર્ગદર્શન સેમિનાર નું આયોજન સોમવારના રોજ યુનિવર્સિટી નાં બીબીએ ડિપાર્ટમેન્ટ હોલ ખાતે કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં એલએલએમ
ડિપાર્ટમેન્ટ ના સ્મિતાબેન વ્યાસ,દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી બી.કે.ગઢવી,યુનિવર્સિટીના
આસિસ્ટન્ટ રજીસ્ટર આનંદભાઈ પટેલ. બીબીએ ડિપાર્ટમેન્ટના જયભાઈ ત્રિવેદી. એલ.એલ.એમ ડિપાર્ટમેન્ટના ફેકલ્ટી બીનલબેન બારોટ .તેમજ મહિલા અને બાળ અધિકારી ની કચેરી નો એમ.એસ.કે. યોજના નો સ્ટાફ, વન સ્ટોપ સેન્ટર સ્ટાફ, પોલીસ બેઇઝ સપોર્ટ સેન્ટર સ્ટાફ,181 અભયમ મહિલા હેલ્પલાઇન સ્ટાફ સહિત મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી બી.કે.ગઢવી દ્વારા ઘરેલુ હિંસા તેમજ દહેજ વિરોધી કાયદા અને તેની જોગવાઈઓ વિશે તેમજ આ કાયદા હેઠળ કયા કયા લાભ મળે તેની સચોટ
અને સરળ ભાષામાં જાણકારી આપી હતી.
એલએલએમ ડિપાર્ટમેન્ટના સ્મિતાબેન વ્યાસ દ્વારા ઘરેલુ હિંસા ના વિષય પર હાજર બહેનોને જ્યારે તે ઘરેલુ હિંસા નો ભોગ બને ત્યારે શું કરવું અને કેવી રીતે કાયદા ની મદદ મેળવવી તે વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું .


યુનિવર્સિટીના આસિસ્ટન્ટ રજીસ્ટર આનંદભાઈ પટેલ. તેમજ એલએલએમ ડિપાર્ટમેન્ટ ના ફેકલ્ટી બીનલબેન બારોટ દ્વારા નારી શક્તિ તેમજ મહિલા સશક્તિકરણ વિશે વિસ્તૃત સમજ આપી હતી.
વન સ્ટોપ સેન્ટર ના ચેતનાબેન દ્વારા વન સ્ટોપ સેન્ટર યોજના વિશે માર્ગદર્શન આપતા જણાવ્યું કે કોઈપણ બેન ને તેમના કાર્યકાળ દરમિયાન ક્યારેય પણ કોઈ પણ જાતની તકલીફ પડે તો તેઓ હંમેશા તેમને મદદરૂપ થશે કોઈપણ બેન ને જ્યારે પણ જરૂર પડે ત્યારે તેમની સેવા માટે તેઓ હંમેશા તત્પર રહેશે તેવું જણાવ્યું હતું.
તેમજ પોલીસ બેઇઝ સપોર્ટ સેન્ટરના હીનાબેન દ્વારા પોલીસ બેઇઝ સપોર્ટ સેન્ટર યોજના તેમજ 181 મહિલા અભ્યમ હેલ્પલાઇન વિશે માહિતી સાથે 181 ની એપ્લિકેશન વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.

369News ફેસબુક પેજને લાઈક કરો👍🏻

https://www.facebook.com/369News-109979724649332/

369news વૉટ્સએપ પર ગ્રુપ જોઇન કરવા લિન્ક ઉપર ક્લિક કરો

https://chat.whatsapp.com/FIdSseEc95ZEXZsLDyJonl