પાટણ જગદીશ મંદિર નાં મેનેજિંગ ટ્રસ્ટી નાં નિવાસ સ્થાને તૃતિય પીઠાધિશ્ર્વર પ. પૂ.વાગિશ કુમાર બાવાશ્રી એ પધરામણી કરી..

શ્રાવણ માસના પ્રથમ સોમવારે તૃતિય પિઠાધીશ્ર્વર નાં પાવન પગલા થી પરિવાર ભક્તિ માં તરબોળ બન્યો..

પાટણ જગદીશ મંદિર નાં મેનેજિંગ ટ્રસ્ટી નાં નિવાસ સ્થાને તૃતિય પીઠાધિશ્ર્વર પ. પૂ.વાગિશ કુમાર બાવાશ્રી એ પધરામણી કરી..

પાટણ જગદીશ મંદિર નાં મેનેજિંગ ટ્રસ્ટી અને અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા પિયુષભાઈ આચાયૅ નાં નિવાસ સ્થાને શ્રાવણ માસ નાં પ્રથમ સોમવારે તૃતિય પીઠાધિશ્ર્વર પ.પૂ.વાગિશ કુમાર બાવાશ્રી એ પધરામણી કરી રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.
શ્રાવણ માસ નાં પ્રથમ અને પવિત્ર સોમવારે પિયુષભાઈ આચાયૅ નાં નિવાસ સ્થાને તૃતિય પીઠાધિશ્ર્વર પ.પૂ.વાગિશ કુમાર બાવાશ્રી નાં પાવન પગલા થતાં પરિવાર જનોમાં ભકિત નો માહોલ છવાઇ જવા પામ્યો હતો.
પિયુષભાઈ આચાયૅ અને તેમના ધર્મપત્ની દ્વારા પ.પૂ.વાગિશ કુમાર બાવાશ્રી નું શાલ,બુકે અને ભગવાન શ્રી જગન્નાથજી ની ફોટો પ્રતિમા અપૅણ કરી આવકારવા માં આવ્યા હતા.
આ પાવનકારી ધડીએ પાટણ જગદીશ મંદિર નાં પુજારી કમલેશ શુક્લ, ચિરાગભાઈ સામવૈદી એ પણ ખાસ ઉપસ્થિત રહી બાવાશ્રી નાં આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

369News ફેસબુક પેજને લાઈક કરો👍🏻

https://www.facebook.com/369News-109979724649332/

369news વૉટ્સએપ પર ગ્રુપ જોઇન કરવા લિન્ક ઉપર ક્લિક કરો

https://chat.whatsapp.com/FIdSseEc95ZEXZsLDyJonl