પાટણ-ચાણસ્મા હાઈવે રોડ પર સંખારી ત્રણ રસ્તા નજીક એસટી ની ટક્કરે ટુ વ્હીલર ચાલક નું મોત..

મૃતકના પરિવારમાં શોક છવાયો : કેનેડા રહેતા પુત્ર ને બનાવની જાણ કરાઈ..

પાટણ-ચાણસ્મા હાઈવે રોડ પર સંખારી ત્રણ રસ્તા નજીક એસટી ની ટક્કરે ટુ વ્હીલર ચાલક નું મોત..

પાટણના હાઈવે માર્ગ પર થી પસાર થતા વાહનચાલકો પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી નાના મોટા માગૅ અકસ્માતનાં બનાવો સજૅતા હોય છે અને આવા માર્ગ અકસ્માતના બનાવો માં અનેક નિર્દોષ માનવ જિંદગીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતી હોવાની સાથે મોતને ભેટતી હોવાના કિસ્સા પ્રકાશમાં આવતાં હોય છે.
શ્રાવણ માસના પ્રથમ સોમવારે પાટણ-ચાણસ્મા રોડ પર સંખારી ત્રણ રસ્તા પર સજૉયેલા ટુ-વ્હીલર તથા એસ ટી બસ વચ્ચે નાં અકસ્માતમાં ટુ વ્હીલર ચાલક ભાનુપ્રસાદ નાનાલાલ બ્રહ્મભટ્ટ ઉ.વ.૬૨ રહે.જય અંબે રેસિડેન્સી ,નવા સર્કિટ હાઉસ પાછળ પાટણ ને માથાના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી.
આ અકસ્માત નાં બનાવની જાણ પાટણ 108 ને કરાતા ઇએમટી કોમલ રાવલ તથા પાયલોટ જયસિંહ રાજપૂતે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ધાયલ વ્યકિતને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજતાં અને બનાવની જાણ મૃતકના પરિવારને કરાતા મૃતક ની પત્ની અને પુત્રી ધારપુર દોડી આવ્યા હતા અને રોકકળ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
મૃતક ભાનુપ્રસાદ પાટણ ડીએસપી કચેરી માં ફોટોગ્રાફી વિડિયો ગ્રાફી નુ કામ કરતા હોવાનું અને હાલમાં નિવૃત્ત જીવન જીવતા હતા તેમનો પુત્ર કેનેડા. હોય તેને પણ જાણ કરવામાં આવી હોવાનું પરિવારજનો દ્વારા જાણવા મળ્યું છે.
આ અકસ્માત ની પોલીસ દફતરે ફરિયાદ નોધવાની તજવીજ સાથે લાશ ને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.