સ્વાતંત્ર્યતાના અમૃત મહોત્સવ અંતર્ગત અભિનવ હાઇસ્કુલ સિદ્ધપુર ખાતે ભારત માતા પુજન કરાયું..

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નાં પ્રાતિય મંત્રી રૂપેશ ભાટીયા દ્વારા દેશ માટે કંઈક કરી છુટવાની ભાવના વિકસાવવા અપીલ કરી..

સ્વાતંત્ર્યતાના અમૃત મહોત્સવ અંતર્ગત અભિનવ હાઇસ્કુલ સિદ્ધપુર ખાતે ભારત માતા પુજન કરાયું..

પાટણ તા.૧
૧ ઓગષ્ટના દિવસે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સંપૂર્ણ ભારતમાં દરેક વિદ્યાલયોમાં ભારત માતા પૂજનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જે અંતગર્ત સિદ્ધપુરના શ્રી અભિનવ હાઈસ્કૂલમાં ૧૯૦ વિદ્યાર્થીઓ તથા ૮ જેટલા શાળા સ્ટાફગણ તેમજ અતિથિ વિશેષ તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તાલુકા ધર્મજાગરણના પ્રમુખ દિનેશભાઈ પ્રજાપતિ અને કાર્યક્રમના મુખ્ય વકતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રાંતીય મંત્રી રુપેશભાઈ ભાટિયાની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત સૌ મહેમાનોનું શાળા પરિવાર દ્વારા શાબ્દિક સ્વાગત સાથે પરિચય કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ મહાનુભાવો દ્વારા ભારત માતા ના પુજન સાથે ભારત માતાની આરતી કરવામાં આવેલ.


કાર્યક્રમના મુખ્ય વકતા શિક્ષક રુપેશભાઈ ભાટિયા એ ભારત દેશ પરાધીન બનવાના કારણો સમજાવી ભૂલોનું પુનરાવર્તન ન થાય તેવી શીખ લેવા અપીલ કરી સ્વતંત્રતાના શહીદો, બલિદાનીઓ અને ઘડવૈયાઓના જીવન વિશેની માહિતી આપી અમૃત મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થી તરીકે આપણે શું શું કરી શકીએ તેવી બાબતો સૂચવી હતી જેમાં પર્યાવરણ સંરક્ષણ કરવું, સ્વચ્છતાનો આગ્રહ રાખવો, શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો, જલ સંરક્ષણ, ઊર્જા બચત કરવી વગેરેમાં આપણે સક્રિય બની દેશભક્તિનો ભાગ બનવા અપીલ કરી હતી.


એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ આપણા સૌના હાથમાં છે, તે માટે ભારત દેશ પ્રથમ રાખીને વર્તન – વ્યવહાર સાવધાની પૂર્વક કરીએ તેમ જણાવ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન વિદ્યાલયના દીદી શ્રીમતી વર્ષાબેન પટેલે કર્યું હતું. વિદ્યાલયના પ્રધાનાચાર્ય રમેશભાઈ જોષીએ અમૃત મહોત્સવ અંતર્ગત સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.