ગલોલીવાસણા પ્રા. શાળા ખાતે સ્વતંત્રતાના અમૃત મહોત્સવ ની ઉજવણી કરાઇ..

ગલોલીવાસણા પ્રા. શાળા ખાતે સ્વતંત્રતાના અમૃત મહોત્સવ ની ઉજવણી કરાઇ..

પાટણ તા.૧
તા.૧ લી ઓગષ્ટને શ્રાવણ માસના પ્રથમ સોમવારે ચાણસ્માના ગલોલીવાસણા પ્રા. શાળા ખાતે શૈલેષભાઈ પટેલ મહામંત્રી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ પાટણ જિલ્લાના અધ્યક્ષ સ્થાને સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય, ભારત માતાનું પૂજન, ભારત માતાની આરતીથી કરવામાં આવી હતી.


શાળાની બાળાઓ દ્વારા ભારત માતાનું ગીત અભિનય સાથે રજૂ કરવામાં આવ્યું. અન્ય બાળકો દ્વારા મહાત્મા ગાંધીજી, સ્વામી વિવેકાનંદજી, ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર, સુભાષ ચંદ્ર બોઝ જેવી મહાન વિભૂતિઓ વિશે ટૂંકમાં પ્રવચન આપવામાં આવ્યું હતું.


સરપંચ અને SMC અધ્યક્ષ દ્વારા પધારેલ મહાનુભાવોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતું.ત્યારબાદ પધારેલ મહાનુભાવોમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પાબુવંશી , જિલ્લાના મહામંત્રી શૈલેષભાઈ પટેલ, ધરમસિંહ દેસાઈ દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરવામાં આવ્યું હતું.


કાર્યક્રમના સમાપનમાં શાળાના આચાર્ય પ્રવિણસિંહ પરમાર દ્વારા પધારેલ સર્વે મહાનુભાવો, ગ્રામજનો, દાતાઓ, અને શાળા પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.