પાલનપુરમાં ચાતુર્માસ અંતર્ગત તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે જૈન મુનિશ્રીની નિશ્રામાં સ્તવન સ્પર્ધા યોજાઈ…

સ્પર્ધામાં ભાગ લેનાર સ્પધૅકો ને પ્રોત્સાહન ઇનામ અને પ્રથમ ત્રણ વિજેતાઓને વિશેષ ઈનામ આપી સન્માનિત કરાયા..

પાલનપુરમાં ચાતુર્માસ અંતર્ગત તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે જૈન મુનિશ્રીની નિશ્રામાં સ્તવન સ્પર્ધા યોજાઈ…

પાટણ તા.૨
બનાસની બહેતરની વસુંધરા પર પરમાત્મા શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ પ્રભુના પાલનપુર નગરી ની પાવન ભૂમિ પર શ્રી તપાગચ્છા જૈન ઉપાશ્રયના પ્રાંગણે તપાગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન માનવતાના મસીહા પૂ.આ.શ્રી રત્નશેખર સૂરીશ્વરજી મહારાજા ના દિવ્ય આશીર્વાદથી અને પૂજય મુનિરાજશ્રી નયશેખર વિજયજી મ.સા.,પૂજય મુનિરાજશ્રી શૌર્યશેખર વિજયજી મ.સા ના શુભ સાનિધ્યમાં ભાવિકો દ્વારા મંગળવારે સ્તવન સ્પર્ધા યોજાઈ હતી.


આ સ્તવન સ્પર્ધામાં નાના નાના ભૂલકાઓથી લઈને મોટા ઉંમરના લોકોએ આ સ્તવન સ્પર્ધામાં ખૂબ ઉલ્લાસ અને આનંદ પૂર્વક ભાગ લીધેલ હતો સ્પર્ધામાં ભાગ લેનાર સ્પધૅકો ને પ્રોત્સાહિત કરવા ઈનામ એનાયત કરવામાં આવેલ. પહેલો નંબર કુ.પ્રિયલ રાજેશભાઈ શાહ,બીજો નંબર-શ્રીમતિ વર્ષાબેન અશ્વિનભાઈ શેઠ,ત્રીજો નંબર-રૂદ્રા નિમિષ શાહ અને વિશાલ કોઠારી ને વિશિષ્ટ સુંદર ઇનામ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે પાલનપુર જૈન સંઘના શ્રાવક અને શ્રાવિકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.