આભડછેટ મુકત ભારત અભિયાન યાત્રાનુ પાટણમાં ભવ્ય સામૈયા સાથે આગમન..

યાત્રાના સારથી નુ ડો.બાબા સાહેબ આંબેડકર ની ફોટો પ્રતિમા આપી અભિવાદન કરવામાં આવ્યું..

આભડછેટ મુકત ભારત અભિયાન યાત્રાનુ પાટણમાં ભવ્ય સામૈયા સાથે આગમન..

પાટણ તા.૨
આભડછેટ મુકત ભારત અભિયાન યાત્રા મંગળવારના રોજ પાટણ ના કમલીવાડા ખાતે આવી પહોંચતા યાત્રા નું ભવ્ય સ્વાગત સાથે જાહેર સભા યોજવામાં આવી હતી. આભડછેટ મુકત ભારત અભિયાન યાત્રાએ સમગ્ર કમલીવાડા ગામમાં પરિભ્રમણ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. કમલીવાડા થી આ યાત્રા હાજીપુર ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા યાત્રા નુ સ્વાગત કરી યાત્રા ને પ્રસ્થાન કરાવી હતી જે પાટણ ઊંઝા ત્રણ રસ્તા ખાતે આવી પહોંચતા સમાજ આગેવાનો,યુવાનો સહિત શહેરીજનો દ્વારા ભવ્ય સામૈયા સાથે સ્વાગત કરી યાત્રા ના સારથી માર્ટિનભાઈ મેકવાન ને ડો બાબા સાહેબ આંબેડકર ની ફોટો પ્રતિમા અપૅણ કરી આભડછેટ મૂક્ત યાત્રા ને સુદર પ્રતિસાદ પુરો પાડ્યો હતો તો આ યાત્રા નો મુખ્ય ઉદ્દેશ ભારત દેશ ને આભડછેટ મૂક્ત બનાવવાનો હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું.


આ યાત્રામાં નવસર્જન સંસ્થા ના ડાયરેક્ટર માર્ટિનભાઈ,પ્રદીપભાઈ, ઇન્દુબેન,પાટણના નરેન્દ્રભાઇ,મોહનભાઈ બનાસકાંઠા નાં નીમિશાબેન, અમરતભાઈ,રતિલાલ સહીત દેશના બાર રાજ્યો ના આગેવાનો સહિત સ્થાનિક લોકો યાત્રા માં જોડાયા હતા.