ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યાને નાથવા યુનિવર્સિટી ના રસાયણ શાસ્ત્ર ભવન ખાતે વૃક્ષારોપણ કરાયુ..

ઔષધી વનસ્પતિ વન ની જાળવણી માટે કુલપતિ આને કુલસચિવ દ્વારા સુચન કરવામાં આવ્યું..

ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યાને નાથવા યુનિવર્સિટી ના રસાયણ શાસ્ત્ર ભવન ખાતે વૃક્ષારોપણ કરાયુ..

પાટણ તા.૨
ગ્લોબલવોર્મિગની સમસ્યાને લઈ અને યુનિવર્સિટી કેમ્પસ હરિયાળુ બને તે આશયથી હેમચંન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ રસાયણશાસ્ત્ર વિભાગ ખાતે મંગળવાર નાં રોજ “પ્લાન્ટેશન ફોર ઓક્સીજન” નામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.


આ વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત 150 જેટલા જુદા જુદા પ્રકારના ફુલ,છોડ અને વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.
આ વૃક્ષારોપણ કાર્યક્રમ માં યુનિવર્સિટી કુલપતિ પ્રો.ડો. જે.જે.વોરા, કુલસચિવ પ્રો.ડો.આર.એન.દેસાઈ, વિભાગના અધ્યક્ષ પ્રો.એસ.એસ.શર્મા ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.


વિધાર્થીઓ દ્વારા છોડને દત્તક લઈ તેના ઉછેર અને જાળવણીનો સંકલ્પ કર્યો હતો. કુલપતિ, કુલસચિવ દ્વારા વિભાગની પાછળ આવેલા આયુર્વેદિક ઔષધીય ઉદ્યાનની મુલાકાત કરી હતી જેઓને છોડ અને ઔષધથી માહિતગાર કરવામાં આવતા કુલપતિ અને કુલસચિવ દ્વારા આયુર્વેદિક ઔષધીય ઉદ્યાનની જાળવણી અને વિકાસ માટે સૂચન કર્યા હતા.