પાટણના ઝવેરી બજારના વેપારીઓને કોરોના થી સુરક્ષિત રાખવા બુસ્ટર ડોઝ રસીકરણ કેમ્પ યોજાયો..

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નાં જન્મ દિન ના ઉપલક્ષ્યમાં આયોજિત રસીકરણ કેમ્પ નો ૧૫૦ થી વધુ વેપારીઓએ લાભ લીધો..

ઝવેરી બજાર નાં પ્રમુખ દ્વારા રસીકરણ કેમ્પ બાબતે પ્રદેશ અધ્યક્ષ પાટીલ ને ટેલિફોન દ્વારા અવગત કરાયા..

પાટણના ઝવેરી બજારના વેપારીઓને કોરોના થી સુરક્ષિત રાખવા બુસ્ટર ડોઝ રસીકરણ કેમ્પ યોજાયો..

પાટણ તા.૨
છેલ્લા કેટલાક સમયથી પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના નું સંક્રમણ પુનઃ જોવા મળ્યું છે અને અનેક લોકો કોરોના સંકમિત બનતા હોવાના આંકડાઓ આરોગ્ય તંત્ર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવી રહ્યા છે.
શહેર સહિત જિલ્લામાં વધતી જતી કોરોના સંક્રમણને અટકાવવા તંત્ર સહિત જાગૃત નગરજનો દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.તો આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વેક્સિન ની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
મંગળવારના રોજ ગુજરાત નાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નાં જન્મ દિન ને અનુલક્ષીને શહેરના ઝવેરી બજાર નાં વેપારીઓ માટે ઝવેરી બજાર ખાતે બુસ્ટર ડોઝ રસીકરણ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ઝવેરી બજાર નાં ૧૫૦ થી વધુ વેપારીઓએ લાભ લઇ કોરાના થી સુરક્ષિત બન્યા હતા.


આરોગ્ય તંત્ર દ્વારા ઝવેરી બજાર માં આયોજિત બુસ્ટર ડોઝ કેમ્પ ને સફળ બનાવવા બજારના પ્રમુખ અને પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાયૅકતૉ મનોજ ઝવેરી,શહેર ભાજપ મહિલા મોરચા ના મહામંત્રી માનસીબેન ત્રિવેદી સહિતના કાયૅકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.


ભાજપા કાર્યકર્તાઓ પ્રત્યેક પ્રસંગ ને લોકો સાથે અને લોકો વચ્ચે રહી ઉજવે તેવા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલના આહવાનને અનુસરતા ઝવેરી બજાર નાં પ્રમુખ અને ભાજપના સક્રિય કાયૅકતૉ એવા મનોજ ઝવેરી દ્વારા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ને ફોન દ્વારા રસીકરણ કેમ્પ ની જાણકારી આપી શહેરના તમામ વિસ્તારોમાં રસીકરણ અભિયાન હાથ ધરવા સુચન કર્યું હતું.જેને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા સરાહનીય લેખાવી રસીકરણ કેમ્પ ની શુભેચ્છાઓ પાઠવી હતી.


ઝવેરી બજાર ખાતે આયોજિત બુસ્ટર ડોઝ રસીકરણ કેમ્પનું આયોજન કરવા બદલ મહિલા મોરચા ના મહામંત્રી માનસીબેન ત્રિવેદી ઝવેરી બજાર નાં પ્રમુખ સહિત તમામ વેપારીઓએ આભાર વ્યક્ત કર્યો હતો.