પાટણ ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ સામેની ફરિયાદ હાઇકોર્ટ બાદ સુપ્રીમે પણ ફગાવી…

અસત્ય સામે ડો કિરીટ પટેલ ના સત્ય નો વિજય થતાં તેમનાં સમર્થકો માં આનંદ વ્યાપી જવા પામ્યો…

પાટણ ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ સામેની ફરિયાદ હાઇકોર્ટ બાદ સુપ્રીમે પણ ફગાવી…

પાટણ તા.૨
વર્ષ 2017 માં વિધાનસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવાના બે દિવસ પૂર્વે રાજકીય કિન્નખોરી રાખી પાટણ ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ અને તેમના ભાઈ ડૉ. દિલીપ પટેલ ઉપર ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.જે ફરિયાદ ગુજરાત હાઈકોર્ટે રદ કરતા અરજદારે ગત મહિને સુપ્રીમમાં અપીલ કરી હતી. જે અંગે સુનાવણી ગઈ કાલે થતા સુપ્રીમ કોર્ટ પણ આ અપીલ દાખલ કરવાની જ ના પાડી દેતાં અસત્ય સામે સત્યનો વિજય થયો છે. ભ્રષ્ટચાર સામેની લડતમાં હાઇકોર્ટે રાહત આપ્યા બાદ આજે સુપ્રીમે પણ ડો કિરીટ પટેલ ને રાહત આપતાં તેમના સમર્થકો માં આનંદ વ્યાપી જવા પામ્યો છે.


સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ગુજરાત લોકાયુક્તમાં ભ્રષ્ટચાર ના મામલે દોષી ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ.આદેશ પાલ સામે ધારાસભ્ય ડો.કિરીટ પટેલે રજુઆત કરી હતી. તે બાદ ધારાસભ્ય ઉપર પૂર્વ ગ્રહ રાખી આદેશ પાલની વિદ્યાર્થીનીએ ફરિયાદ કરી હતી. જે ફરિયાદમાં તથ્ય ન જાણતા અને હાઇકોર્ટે આ ફરિયાદ રાજકીય દ્વેષભાવની હોઈ રદ કરી હતી. ત્યાર બાદ સિનિયર વકીલ સાથે પાંચ વકીલોએ સુપ્રીમમાં દલીલો કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટ આ અપીલ દાખલ કરવાના બદલે પ્રથમ મુદ્દતે જ રદ કરી દેતા અસત્ય ની સામે સત્ય એવા પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલ નો વિજય થતાં તેમનાં સમર્થકો માં આનંદ વ્યાપી જવા પામ્યો હતો.